Sunday, April 19, 2026
HomeGujaratસ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ચાર્જિંગમાં મુકેલી ઈ-રીક્ષામાં આગ લાગી, 20થી વધુ ઈ-રીક્ષા બળીને...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ચાર્જિંગમાં મુકેલી ઈ-રીક્ષામાં આગ લાગી, 20થી વધુ ઈ-રીક્ષા બળીને ખાખ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નર્મદાઃ પ્રવાસીઓથી સતત ધમધમતા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) પાસેથી એક મોટી દુર્ધટના સામે આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મુસાફરો માટે ચલાવવામાં આવતી પીંક ઈલેક્ટ્રિક રિક્ષામાં આગ (Fire in e-rickshaw Statue of Unity) લાગવાનો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે કેવડિયા(Kevadia)માં ઈ-રિક્ષાઓને ચાર્જિંગમાં મુકી હતી તે દરમિયાન આગ લાગી હતી.

વિશ્વ પર્યાવરણ દિવસે નિમીતે PM મોદીએ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતાનગરને દેશની પેહલી ગ્રીન અને ઇલેક્ટ્રિક શહેર જાહેર કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા આ અંગે વર્કશોપ, સર્વિસ સ્ટેશન બનાવી મહિલાઓને પિંક ઇ-રીક્ષા ચલાવવાની તાલીમ પણ અપાઈ હતી. હાલમાં 100થી વધુ પિંક ઇ-રીક્ષા મહિલાઓ ચલાવી રહી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવી રહેલા પ્રવાસીઓને ટ્રાન્સપોર્ટેશન સુવિધા પૂરી પાડવામાં આવે છે.

- Advertisement -
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ચાર્જિંગમાં મુકેલી ઈ-રીક્ષામાં આગ લાગી

બુધવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દિવસભર ઈ-રીક્ષાને ચલાવ્યા બાદ તેને કેવડિયામાં જ બનેલા પાર્કિંગમાં 20થી વધુ ઈ-રીક્ષાઓ મૂકવામાં આવી હતી, જ્યાં તેનું ચાર્જિંગ કરવામાં આવી રહ્યું હતું. ચાર્જિંગમાં મુકેલી ઈ-રીક્ષામાં મોડી રાત્રે અચાનકજ આગ લાગી હતી. આગની ચપેટમાં ચાર્જિંગમાં મુકેલી અન્ય રિક્ષાઓ પણ આવી ગઈ હતી. ચાર્જિંગ થઈ રહેલી 20થી વધુ ઈ-રિક્ષા કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. સમગ્ર ઘટના અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરની ટીમે ઘટના સ્થળે આવીને અન્ય કેટલીક ઈ-રીક્ષાઓને હટાવી લેતા મોટુ નુકશાન થતાં અટક્યું હતું. ટેક્નિકલ અને નિષ્ણાતોની ટીમ આગ લાગવાના કારણ અંગે તપાસમાં લાગી છે. જોકે આગ બેટરી ફાટવાના કારણે લાગી હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. આ બનાવને જોતા ઈ-રિક્ષાઓની ગુણવત્તા અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

Tag Fire in e-rickshaw Statue of Unity

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular