Thursday, April 30, 2026
HomeGujaratAAPએ સંગઠનમાં 62 નેતાઓની નિમણૂક કરી, રેશ્મા પટેલને પ્રદેશ પ્રવક્તાની જવાબદારી મળી

AAPએ સંગઠનમાં 62 નેતાઓની નિમણૂક કરી, રેશ્મા પટેલને પ્રદેશ પ્રવક્તાની જવાબદારી મળી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)સમયે આમ આદમી પાર્ટીએ સંગઠનના માળખામાં નવા ચહેરાઓનો સમાવેશ કર્યો છે. આપએ સંગઠનના માળખામાં નવા 62 પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં તાજેતરમાં જ NCPમાંથી પક્ષપલટો કરીને આવેલા મહિલા નેતા રેશ્મા પટેલનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. સાથે જ યુવા નેતા પ્રવિણ રામને આપના પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં જીતનો લેખીતમાં દાવો કરતી આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા સંગઠનના માળખામાં 62 પદાધિકારીઓની નિયુક્તિ કરી છે. જેમાં પ્રવીણ રામને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. રાજીબેનને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. બ્રિજ સોલંકીને પ્રદેશ યુવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જાવેદ આઝાદ કાદરીને પ્રદેશ માઈનોરીટી વિંગના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. રેશમા પટેલને પ્રદેશ પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. જ્યારે 39 નેતાઓને વિધાનસભા સહ સંગઠન મંત્રી બનાવવામાં આવ્યા છે, 7 નેતાઓને જિલ્લા ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular