Wednesday, June 24, 2026
HomeGujaratBJPનો ચૂંટણી ઢંઢેરો જાહેર: શિક્ષણ અને બેરોજગારી અને UP જેવા કાયદો ગુજરાતમાં...

BJPનો ચૂંટણી ઢંઢેરો જાહેર: શિક્ષણ અને બેરોજગારી અને UP જેવા કાયદો ગુજરાતમાં લાવવાનો વાયદો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) પાંચ દિવસ બાકી છે, એવામાં તમામ રાજકીય પક્ષ દ્વારા પ્રજાને પોતાના તરફ આકર્ષવા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવતો હોય છે. કોંગ્રેસ (Congress) અને આપ દ્વારા અગાઉ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. તેવામાં આજે ભાજપ (BJP) દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કાયમ તેમના પર માછલા ધોવાતા મુદ્દા રોજકારી અને શિક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હોય તેમ જણાય છે.

ગાંધીનગરમાં આવેલા કમલમ ખાતેથી આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, પ્રદેશ અધક્ષ સી. આર. પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. સંકલ્પપત્ર જાહેર કરતા CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભાજપાનો આ સંકલ્પ પત્ર એ માત્ર ચૂંટણી લક્ષી નથી પરંતુ, જનતાએ મૂકેલા વિશ્વાસને જાળવી રાખવાનો ભાજપાનો દસ્તાવેજ છે. BJP છેલ્લા ૨૦ વર્ષથી શાસન કરે છે અને અમે જે કહ્યું છે તે કર્યું છે. અને આજે પણ ગુજરાતની જનતાએ ભાજપા પાસે જે અપેક્ષાઓ વ્યક્ત કરી છે તે પણ આ સંકલ્પમાં સમાવી તેને પૂર્ણ કરવા કટીબધ્ધ છીએ.

- Advertisement -

શિક્ષણ અને બેરોજગારીના મહત્વના મુદ્દા

શિક્ષણ ક્ષેત્રેમાં ૨૦ હજાર સરકારી શાળાઓને સ્કુલ ઓફ એક્સેલેન્સ હેઠળ ૧૦ હજાર કરોડ ફાળવવામાં આવશે. ૨૦ લાખ એમ્પાલોઇમેન્ટ ઓપોર્ચ્યુનીટી બનાવવામાં આવશે. શ્રમિક ક્રેડીટ કાર્ડ બનાવવામાં આવશે જે હેઠળ શ્રમિકોને રૂ. ૨ લાખની વ્યાજ વગરની લોન સહાય આપવામાં આવશે. ઓ. બી. સી અને અનુ.જાતિ તેમજ અનુ.જનજાતી તેમજ આર્થિક રૂપે નબળા બાળકોને અભ્યાસ માટે રૂ. ૫૦ હજાર ઇન્સ્ટીવ રૂપે આપવામાં આવશે. મહિલા સશક્તિકરણ વધારવા માટે ફ્રીમાં કે. જી. થી પી. જી સુધીનું શિક્ષણ આપવામાં આવશે. ધોરણ ૯ થી ૧૨ની બાળાઓને સાયકલ આપવામાં આવશે. મહિલાઓને ૧ લાખ સરકારી નોકરી આપવામાં આવશે. શારદા મહેતા યોજના હેઠળ ઇ સ્કુટર મફત આપવામાં આવશે. અગ્નિવીર યોજના હેઠળ મહિલાઓને ૫૦ હજારની વનટાઇમ ગ્રાન્ટ આપવામાં આવશે. આદીજાતિ વિસ્તારમાં મેડીકલ કોલેજો ખોવામાં આવશે. ૨૫ બિરસા મુંડા જ્ઞાનશક્તિ સ્કુલ ખોલવામાં આવશે.

UP જેવો કાયદો ગુજરાતમાં બનશે

ભાજપના ચૂંટણી ઢંઢેરામાં UP જેવા કાયદાને ગુજરાતમાં અમલ કરવાની વાત કરવામાં આવી છે. રમખાણો કે હિંસક પ્રવૃત્તિઓ કરનારા અસામાજિક તત્વોની સામે કાર્યવાહી કરી મિલકત જપ્ત કરી તેમની પાસેથી નુકસાનની વસૂલાત કરવામાં આવશે. હાલ આ કાયદો ત્રણ રાજ્યમાં અમલમાં છે. જો ગુજરાતમાં આ કાયદો અમલમાં આવે તો ચોથુ રાજ્ય બની જશે. હાલ આ કાયદો UP, હરિયાણા અને મધ્યપ્રદેશમાં અમલમાં છે. આ ઉપરાંત ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ગુજરાતમાં સિવીલ યુનિફોર્મ કોડ હેઠળ રેડીકલ વિચારધારાને નાથવા એન્ટી રેડીકલ સેલ બનાવવામાં આવશે. ભારત વિરોધી વિચારધારાને નાથવાનું કામ કરવામાં આવશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular