Saturday, May 2, 2026
HomeGujaratકમલમના પાંચેય હેલિપેડની મંજૂરી રદ્દ કરો નાણાકીય હેરફેર થઈ શકે છે !...

કમલમના પાંચેય હેલિપેડની મંજૂરી રદ્દ કરો નાણાકીય હેરફેર થઈ શકે છે ! વાંચો આવું કોણે કહ્યું…

- Advertisement -

નવજીવન ન્યુઝ.ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે નેતાઓ વિમાન માર્ગે અવર-જવર કરી ચૂંટણી પ્રચાર કરશે. ત્યારે ભાજપે ગાંધીનગર ખાતે આવેલા કાર્યાલય કમલમમાં 5 હેલિપેડની સુવિધા ઉભી કરી છે. પરંતુ આ હેલિપેડની મંજુરી રદ્દ કરવા અને મંજુરી આપનાર અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે દોડાવવામાં આવશે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ પોતાના કદાવર નેતાઓને રાજ્યના ખુણે-ખુણે દોડાવશે. પરંતુ ચૂંટણીનો સમય ટૂંકો હોય અને પળે-પળ કિંમતી હોય ભાજપે ગાંધીનગર સ્થીત પોતાના કાર્યાલય કમલમ ખાતે એક નહીં પણ પાંચ-પાંચ હેલિપેડ ઉભા કરી દિધા છે. આ માહિતીના આધારે પોરબંદરના જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ નાગાભાઈ ઓડેદરાએ રાજ્ય ચૂંટણી કમિશનર અને ડીજીસીએને અરજી કરી આ હેલિપેડ મામલે સવાલ પેદા કર્યા છે અને હેલિપેડની મંજૂર રદ્દ કરવા વિનંતી કરી છે.

- Advertisement -

ભનુભાઈ ઓડેદરાએ આ મામલે જણાવ્યું છે કે, મારી પાસે આવેલ માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પાંચ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે, ગાંધીનગરમાં આર્મી કેમ્પ અને એર એન્કલેવ સહિતના રક્ષા ક્ષેત્રના મુખ્ય મથકો આવેલા હોઈ તે વિસ્તારમાં નિયમ મુજબ કોઈ પાર્ટી કે વ્યક્તિને હેલિપેડ બનાવવાની મંજુરી આપવામાં આવી શકે નહીં, ઉપરાંત ભારતીય જનતા પાર્ટી આ હેલિપેડથી ટેક ઓફ થનાર હેલિકોપ્ટર મારફતે મોટા પાયે નાણાંકીય હેરફેર કરીને ગુજરાત વિધાનાસભાની ચૂંટણીને પ્રભાવીત કરી શકે છે.

જેથી વિનંતી છે કે આ હેલિપેડ બનાવવા મંજુરી લેવામાં આવી છે કે નહીં તે જણાવવામાં આવે, તેમજ જો મંજુરી આપવામાં આવેલ તો આ મંજુરી માટે જે વિભાગોએ ક્લિયરન્સ આપ્યા તેની નકલો આપવામાં આવે અને મંજુરી કયાં આધારે આપવામાં આવી તે જણાવવામાં આવે. તેમજ આ મંજુરીથી સુરક્ષાને ખતરાની સાથે ગુજરાત વિધાનસભાની ચુંટણી પ્રભાવીત થવાની શક્યતા હોવાથી તત્કાલ ધોરણે મંજુરી રદ્દ કરીને આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular