નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજીકીય પક્ષ દ્વારા મોટા ભાગે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પરંતું હજી પણ કેટલીક બેઠકો પર સમીકરણ ન બેસતા કોકડુ ગુચવાયું છે. તેવામાં આજ રાત સુધીમાં બાકી રહેલા તમામ ઉમેદવારો રાજકીય પક્ષને જાહેર કરવા પડે તેમ છે. કારણે બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતી કાલે છેલ્લો દિવસ છે. ત્યારે આજે ભાજપ દ્વારા 3 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખેરાલુથી સરદારસિંહ ચૌધરી, માનસાથી જયંતી પટેલ અને ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે ત્રણ બેઠકના ઉમેદવાર કર્યા જાહેર, બીજા તબક્કાનું ફોર્મ ભરવાનો કાલે અંતિમ દિવસ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -








