Sunday, June 28, 2026
HomeGujaratઅમદાવાદ: 31stની પાર્ટીને લાગ્યું Omicronનું ગ્રહણ, આ વર્ષે પણ નહીં યોજાય પાર્ટી,...

અમદાવાદ: 31stની પાર્ટીને લાગ્યું Omicronનું ગ્રહણ, આ વર્ષે પણ નહીં યોજાય પાર્ટી, આ ક્લબએ કર્યો નિર્ણય

- Advertisement -

નવજીવન અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોનાોના નવા વેરિયન્ટ ઓમિક્રોને દહેશત મચાવી છે. ત્યારે ભારતમાં પણ ઓમિક્રોનના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ઓમીક્રોનના ત્રણ કેસ સામે આવી ચૂક્યા છે. ત્યારે અમદાવાદમાં ઓમિક્રોનની દહેશતના લીઘે ચાલુ વર્ષે 31 ડિસેમ્બરે ન્યુ યરની પાર્ટીનું આયોજન નથી થવાનું.

2021નું વર્ષ પૂરું થવાના ગણતરીના દિવસો જ બાકી છે. શહેરમાં ડિસેમ્બરની શરુઆતથી જ આયોજકો ન્યુ યરની પાર્ટી માટે તડામાર તૈયારીમાં લાગી જતા હોય છે. પરંતુ ઓમિક્રોનના આતંક વચ્ચે અમદાવાદમાં ક્લબોમાં 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન નહીં થાય. અમદાવાદની નામચીન રાજપથ, કર્ણાવતી સહિતના કલબએ નિર્ણય લીધો છે.

- Advertisement -




ગત વર્ષે પણ કોરોનાના કારણે ન્યુ યરની પાર્ટીનું આયોજન થઈ શક્યુ ન હતું. જો કે વર્ષે પણ ન્યુયરની પાર્ટીને ઓમિક્રોનનું ગ્રહણ લાગ્યું છે. કર્ણાવતી ક્લબના પ્રેસિડેન્ટના જણાવ્યું હતુ કે ઇવેન્ટ યોજાય તો ક્લબ સિવાય બહારની ગેસ્ટ એન્ટ્રી કરવી પડે જે યોગ્ય નથી એટલા માટે આ પ્રકાર નું આયોજન શક્ય નથી. રાજપથ કબલનાં પ્રેસિડેન્ટ જણાવ્યું કે ક્લબ મેનેજમેન્ટ દ્વારા ઓમિક્રોનની પરિસ્થિતિમાં ભીડ ભેગી કરવી એ યોગ્ય નથી. ક્લબ દ્વારા નવરાત્રીનું આયોજન પણ નહોતું કરવામાં આવેલું અને હવે ન્યુયર ની પાર્ટી પણ નહિ થાય.

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular