Thursday, April 30, 2026
HomeGujaratખાખી પાછળનો માણસ : સિહોરના PIએ વૃદ્ધાશ્રમમાં દિવાળી પર્વ ઉજવ્યો, વૃદ્ધોમાં ખુશીના...

ખાખી પાછળનો માણસ : સિહોરના PIએ વૃદ્ધાશ્રમમાં દિવાળી પર્વ ઉજવ્યો, વૃદ્ધોમાં ખુશીના આંસુ છલકાયા

- Advertisement -

સલીમ બરફવાળા(નવજીવન ન્યૂઝ. ભાવનગર): દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે. મોટા ભાગના લોકો દિવાળીના તહેવારો પરિવાર સાથે ઉજવણી કરતાં હોય છે. પરંતું નાગરિકોની સુરક્ષામાં રહેલા રાજ્યના પોલીસને આ તહેવારોમાં પણ પરિવારથી દૂર રહીને ફરજ પર હાજાર રહીને આપણી સુરક્ષા અને સલામતીનું ધ્યાન રાખતા હોય છે. ત્યારે ભાગનગર પોલીસ દ્વારા અનોખી રીતે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી છે.

ભાવનગરના સિહોર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર અને તેમના સ્ટાફ દ્વારા દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે નેસડા નજીક આવેલ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા હતા. જ્યાં વૃદ્ધો સાથે સુખ દુખની વાતો કરીને તેમને ભોજન પીરસીને સાથે ભોજન લીધું હતું. પોલીસની લાગણીને જોઈને વૃદ્ધોએ કહ્યું હતું કે, અમારો પરિવારના દિવાળી મનાવવા આવ્યો હોય એવુ લાગ્યું રહ્યું છે.

- Advertisement -

દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે. આપણી આસપાસ ઘણા એવા લોકો અથવા પરીવાર હોય છે જે આ તહેવારની ઊજવણી કરી શકતા નથી. તેવા પરીવાર અથવા લોકોને શહેરની વિવિધ સેવાભાવી સંસ્થા અથવા સામાજિક કાર્ય સાથે જોડાયેલા લોકો જરૂરિયાતમંદ લોકોને મીઠાઇ, કપડાં અને જરૂરીયાત સામાન આપીને દિવાળીની અનોખી રીતે ઉજવણી કરતા હોય છે. ત્યારે ખાખીના કઠોર ચહેરા પાછળ છુપાયેલા ઋજુ હૃદયના આ દર્શન સિહોર પોલીસના છે. સિહોર પોલીસ સ્ટેશનના પીઆઇ ભરવાડને વૃદ્ધાશ્રમમાં તહેવારની ઉજવણી કરવાનો વિચાર આવ્યો હતો. પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફે વૃદ્ધાશ્રમમાં જે રીતે દિવાળીનો પર્વ ઉજવ્યો તે હૃદયસ્પર્શી છે.

નવરાત્રિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી બાદ શહેરીજનો દ્વારા દિવાળી પર્વ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે અનેક વિવિધ કારણોસર વૃદ્ધાશ્રમમાં દિવસો પસાર કરી રહેલા વૃદ્ધો પણ પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણીના આંનદનો અહેસાસ કરી શકે તેવી ભાવના સાથે સિહોર પોલીસના પીઆઇ ભરવાડ અને ટીમ દ્વારા નેસડા વૃદ્ધાશ્રમમાં જઇ વૃદ્ધોને ભોજન જમાડી પોતે પણ ભોજન લઈ દિવાળી પર્વની ઉજવણી કરી હતી અને વૃદ્ધોને પરિવાર જેવો અહેસાસ કરાવ્યો હતો. આ દરમિયાન હર્ષના આંસુ સાથે વૃદ્ધોએ જણાવ્યું કે, આજે અમને એવું લાગે છે કે અમારા પરિવારજનો દિવાળીના પર્વની ઉજવણી કરવા આવ્યા છે. જિંદગીના અંતિમ દિવસો વિતાવી રહેલા વૃદ્ધો અહીં હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. તમામ સિનિયર સિટીઝનો સાથે પોલીસ અધિકારી અને ટિમે પણ ભોજન લઈ દિવાળીનો પર્વ ઉજવ્યો છે અહીં ખાખીની પાછળ રહેતા માણસ અને માનવતા બન્નેના દર્શન થયા છે

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular