Friday, May 1, 2026
HomeInternationalબ્રિટનના વડા પ્રધાન પદેથી લિઝ ટ્રસે 45 દિવસમાં રાજીનામું આપ્યું

બ્રિટનના વડા પ્રધાન પદેથી લિઝ ટ્રસે 45 દિવસમાં રાજીનામું આપ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ભારે આર્થિક સંકટ વચ્ચે બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસે બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. ટ્રસએ વડાપ્રધાન કાર્યાલયમાં માત્ર 45 દિવસ ગાળ્યા બાદ આ રાજીનામું આપ્યું છે. લિઝ ટ્રસ યુકેના સૌથી ઓછા સમય માટે સેવા આપનાર વડા પ્રધાન બન્યા છે. તેમના આર્થિક કાર્યક્રમને કારણે યુકેના બજારમાં ઉથલપાથલ મચી ગઈ હતી અને કન્ઝર્વેટિવ પાર્ટીના ઘણા લોકો તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.

લિઝ ટ્રસને ટેક્સ કટ અંગેની તેમની તમામ નીતિઓ પાછી ખેંચી લેવી પડી હતી. નવા નાણા પ્રધાન જેરેમી હંટે ટેક્સ કટ અંગેની તેમની તમામ નીતિઓ ઉલટાવી દીધી હતી. વીજળી બિલ વધારવા પરનો પ્રતિબંધ પણ હટાવી દેવામાં આવ્યો હતો. લિઝ ટ્રસે એક ટેલિવિઝન ભાષણમાં કહ્યું હતું કે હું જે આદેશ માટે ચૂંટાયી છું તે હું પૂર્ણ કરી શકતી નથી. આ કારણે હું રાજીનામું આપી રહ્યી છું. અગાઉ તેમણે આર્થિક નીતિઓ પર તેમની સરકારના યુ-ટર્ન માટે માફી પણ માંગી હતી. અને તેમની સરકારના પ્રથમ નાણામંત્રીનું રાજીનામું લઈ લીધું હતું.

- Advertisement -

આ પછી ભારતીય મૂળની સુએલા બ્રેવરમેને પણ બ્રિટનના કેબિનેટથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે બ્રિટિશ વડા પ્રધાન લિઝ ટ્રસે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પદ સંભાળ્યું હતું. આ પહેલા બ્રેવરમેને બુધવારે વડાપ્રધાન ટ્રસ સાથે મુલાકાત કરી હતી. થોડા દિવસ પહેલા જ નાણામંત્રી ક્વાસીએ પણ રાજીનામું આપી દીધું હતું

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular