Tuesday, February 3, 2026
HomeGujaratપ્રધાનમંત્રી મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું, બીટ કોઈનને લઈને થયું ફેક ટ્વીટ

પ્રધાનમંત્રી મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું, બીટ કોઈનને લઈને થયું ફેક ટ્વીટ

- Advertisement -

નવજીવન નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અંગત ટ્વિટર એકાઉન્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. આ માહિતી રવિવારે વહેલી સવારે વડા પ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી હતી. વાસ્તવમાં વડાપ્રધાન મોદીના ટ્વિટર હેન્ડલને હેક કરીને ટ્વીટ કરીને દાવો કરવામાં આવ્યો હતો કે ‘ભારતે સત્તાવાર રીતે બિટકોઇનને કાયદેસર કર્યું છે.’

આ ઘટનાની જાણ થયા બાદ પ્રધાનમંત્રી કાર્યાલયએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. આ મામલે ટ્વિટર સાથે પણ વાત કરવામાં આવી છે અને એકાઉન્ટ તાત્કાલિક સુરક્ષિત કરવામાં આવ્યું છે. જે સમયગાળા દરમિયાન એકાઉન્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા હતા તે સમયગાળા દરમિયાન કરવામાં આવેલા કોઈપણ ટ્વીટ્સની અવગણના કરવી જોઈએ.” અત્યારે પ્રધાનમંત્રીનું એકાઉન્ટ સુરક્ષિત કરીને અયોગ્ય ટ્વીટને ડીલીટ કરી દેવામાં આવ્યું છે.

- Advertisement -



ટ્વિટર પર ઘણા વપરાશકર્તાઓએ ટ્વીટના સ્ક્રીનશોટ શેર કર્યા છે. પીએમ મોદીના એકાઉન્ટ પરથી એક ટ્વીટમાં લખ્યું છે, “ભારતે સત્તાવાર રીતે બિટકોઇનને કાનૂની સ્વીકૃતિ આપી છે. સરકારે સત્તાવાર રીતે 500 બિટકોઇન (બીટીસી) ખરીદ્યા છે અને દેશના નાગરિકોમાં તેનું વિતરણ કરી રહી છે.” આ ટ્વીટ સાથે કૌભાંડની લિંક પણ જોડવામાં આવી હતી.

ટ્વિટર પર વપરાશકર્તાઓ ડિલીટ કરેલા ટ્વીટ્સ શેર કરી રહ્યા છે અને તેમના અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બિવીએ ટ્વીટ કર્યું હતું કે, “ગુડ મોર્નિંગ મોદીજી, સબ ચંગા સી?

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular