નવજીવન ન્યૂઝ. કેદારનાથઃ ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત થયો છે. કેદારનાથ નજીક બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. કેદારનાથથી બે કિલોમીટર પહેલા ગરુડચટ્ટીમાં આ અકસ્માત થયો હતો. આ હેલિકોપ્ટરમાં 6 મુસાફરો સવાર હતા. જાણકારી અનુસાર તમામ મુસાફરોનું આ અકસ્માતમાં મોત નિપજ્યું છે.
કેદારનાથ નજીક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ક્રેશ થયેલું હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું. હેલિકોપ્ટર ક્રેશ થતાં 6 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. કેદારનાથી 2 કિલોમીટરના અંતરમાં ગરૂડ ચડ્ડી પાસે અકસ્માત થયો છે. ખરાબ વાતાવરણ અને વાદળોના કારણે હેલિકોપ્ટર નીચે ઉડી રહ્યું હોવાના કારણે ક્રેશ થયું હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં રાહત માટે ટીમ રવાના થઈ ગઈ છે.








