Thursday, April 23, 2026
HomeGujaratવલસાડમાં ડેપ્યુટી સરપંચએ બાંધકામની રજાચીઠ્ઠી માટે 15 લાખ માગ્યા, ACBથી બચવા પૈસા...

વલસાડમાં ડેપ્યુટી સરપંચએ બાંધકામની રજાચીઠ્ઠી માટે 15 લાખ માગ્યા, ACBથી બચવા પૈસા લેવા ક્લાર્કને મોકલ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડઃ વલસાડમાં આજે ડેપ્યુટી સરપંચ અને હંગામી ક્લાર્કએ 15 લાખની લાંચની માગણી કરીને પૈસા લેવા જતાં ACBની ટ્રેપમાં ઝડપાય ગયા છે. ફરિયાદી પાસેથી લાખોની લાંચ માગીને ટુંકા સમયમાં પૈસાદાર બનવાની લાલચમાં હવે ડેપ્યુટી સરપંચને જેલમાં જવાનો વારો આવ્યો છે. દિલાળી જેવા તહેવારો નજીક આવતા તહેવાર સુધારવા લાંચ લેતા અધિકારીઓ સામે ACB લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી રહી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, વલસાડમાં ફરિયાદીની વડીલોપાર્જિત બીનખેતીની જમીન ઉપર રહેણાંક મકાન તથા વાણિજય પ્રકારનું બાંધકામ કરવાનું હોવાથી સોળસુંબા ગામ પંચાયતમાંથી બાંધકામની રજાચીઠ્ઠી/ઠરાવની જરૂરીયાત હતી. આ બાંધકામની રજાચીઠ્ઠી/ઠરાવ આપવાના બાબતે સોળસુંબા ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અમીતકુમાર મણીલાલ પટેલએ ફરિયાદી પાસેથી રૂ.૧૫,૦૦,૦૦૦ની લાંચ માગણી કરી હતી.

- Advertisement -

રકઝકના અંતે રૂ.૧૨,૦૦,૦૦૦માં ડીલ નક્કી થઈ હતી. ફરિયાદી પાસે હાલ રૂ. ૩,૦૦,૦૦૦ની વ્યવસ્થા થતા ફરિયાદીએ અમીતકુમાર મણીલાલ પટેલને હાલ આટલી સગવડ થઈ હોવાની વાત કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. જે ફરીયાદના આધારે આજરોજ ટ્રેપીંગ અધિકારી પોલીસ ઇન્સપેકટર એ.કે.ચૌહાણ દ્વારા સોળસુંબા ગામ પંચાયત કચેરીની બહાર ગેટ પાસે ફરીયાદીની ગાડીમાં લાંચના છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન ડેપ્યુટી સરપંચએ લાંચની રકમ લેવા માટે હંગામી કલાર્ક કૃષાંગ હિતેશભાઈ ચંદારાણાને ફરિયાદી પાસેથી લેવા મોકલતા લાંચની રકમ રૂ. ૩,૦૦,૦૦૦ સ્વિકારી ઝડપાય ગયો હતો. ACBએ હાલ બંને આરોપીને ડિટેઈન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular