Saturday, May 30, 2026
HomeGujaratકડીમાં SMCની રેડમાં દેશી દારૂનો મોટો જથ્થો પકડાતા PI, PSI સહીત 7...

કડીમાં SMCની રેડમાં દેશી દારૂનો મોટો જથ્થો પકડાતા PI, PSI સહીત 7 સસ્પેન્ડ

- Advertisement -

તોફીક ઘાંચી (નવજીવન ન્યુઝ, મહેસાણા): મહેસાણા જિલ્લાના કડી તાલુકા ખાતે આવેલા વિડજ ગામમાં એક અઠવાડિયા પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં દેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો હતો. તેમજ દેશી દારૂની બનાવટના પદાર્થોનો પણ નાશ કરવામાં આવ્યો હતો. જે બાબતની રેન્જ આઇજી અભય ચુડાસમાએ ગંભીર નોંધ લીધી હતી અને ફરજ પર બેદરકારી દાખવવા બદલ કડી ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર એસ.બી ધાસુરા સહીત 7 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. આઇજી દ્વારા કરવામાં આવેલા આદેશને પગલે પોલીસબેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો.

આ બાબતે કડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, એક સપ્તાહ અગાઉ SMCની રેડ કડી તાલુકાના વિડજ તલાવડી કિનારે ગામે થઈ હતી. જેમાં અઢી લાખથી વધુ કિંમતનો દેશી દારૂનો જથ્થો પકડાયો હતો. ઉપરાંત દેશી દારૂ સાથે SMCએ ત્રણ આરોપીની પણ ધરપકડ કરી હતી. જયારે દારૂ બનાવવાના વોશનો નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે રેન્જ આઈ જી અભય ચુડાસમાએ ગંભીર નોંધ લઇ કડી ઇન્ચાર્જ પી.આઈ એસ.બી ઘાસુરાને શુક્વાર મોડી રાત્રે સસ્પેન્ડ કર્યા હતા. જયારે ડી – સ્ટાફ પીએઅઆઈ અજીત ચૌધરી અને અન્ય પોલીસ કર્મી મુકેશગીરી ગૌસ્વામી, વનવીરસિંહ, જયદીપસિંહ, ધરમશીભાઇ, રણછોડભાઇને મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી દ્વારા સસ્પેન્ડ કરાવામાં આવ્યા હતા. જયારે આ મામલે કડી પોલીસ સ્ટેશનના પી.આઈ એન.આર.પટેલને પુછતાં તેમણે જણાવ્યું હતું કે શુક્રવાર અને શનિવારના રોજ 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular