Monday, May 4, 2026
HomeNationalBCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહનો કાર્યકાળ વધારવાને SCની લીલીઝંડી

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહનો કાર્યકાળ વધારવાને SCની લીલીઝંડી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ ભારતની સર્વોચ્ચ અદાલતે બુધવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પ્રસ્તાવિત ફેરફારોને સ્વીકારી લીધા છે જે વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહને તેમની મુદત વધારવાની મંજૂરી આપશે. ગાંગુલી અને શાહ બંનેનો પ્રથમ કાર્યકાળ આ મહિનાની શરૂઆતમાં BCCI બંધારણમાં ‘કૂલિંગ ઓફ પિરિયડ’ કલમને કારણે સમાપ્ત થયો હતો.

હવે SC એ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહનો કાર્યકાળ વધારવા માટે લીલી ઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે BCCIમાં સતત બે ટર્મ એટલે કે 6 વર્ષ માટે ત્રણ વર્ષનો કુલિંગ ઓફ પીરિયડ રહેશે. હવે પદાધિકારીઓ BCCI અને કોઈપણ રાજ્ય એસોસિએશનમાં એક સમયે મહત્તમ 12 વર્ષનો કાર્યકાળ રાખી શકે છે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટમાં બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહનો કાર્યકાળ વધારવાની અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. આ નિર્ણય બાદ હવે BCCIમાં સતત બે ટર્મ એટલે કે 6 વર્ષ માટે ત્રણ વર્ષનો કુલિંગ ઓફ પીરિયડ રહેશે. હવે પદાધિકારીઓ BCCI અને કોઈપણ રાજ્ય એસોસિએશનમાં એક સમયે મહત્તમ 12 વર્ષનો કાર્યકાળ રાખી શકશે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બીસીસીઆઈએ એક અરજી દાખલ કરીને માંગણી કરી હતી કે તેના નવા બંધારણમાં સુધારો કરવાની મંજૂરી આપવામાં આવે જેથી તેના પ્રશાસકોને ત્રણ વર્ષની કુલિંગ ઓફ પીરિયડની જોગવાઈ દૂર કરવામાં આવે. અદાલતોના અગાઉના આદેશો મુજબ બંધારણમાં અમુક સુધારા કરવામાં આવ્યા હતા. આ સ્વાયત્ત સંસ્થાઓ છે અને એજીએમમાં ​​સૂચવ્યા મુજબ ચોક્કસ નિર્ણયો લઈ શકાય છે.

BCCIના બંધારણમાં કયા-કયા ફેરફાર કરવામાં આવ્યા છે

  • BCCI અને સ્ટેટ એસોસિએશનનું બંધારણ અલગ છે પરંતુ ઈન્ટરેસ્ટ એક જ છે એટલે કે ક્રિકેટ
    મહેતા-: ત્રણ વર્ષનો કુલિંગ ઓફ પિરિયડ ત્યારે જ શરૂ થવો જોઈએ જ્યારે બીસીસીઆઈના પ્રમુખ અને સચિવ બે ટર્મ (3+3 વર્ષ) પૂર્ણ કરે.
  • કાર્યકાળની ગણતરી રાજ્ય સંગઠનોમાં થવી જોઈએ નહીં
  • કાર્યકાળ માત્ર BCCIમાં જ ગણવો જોઈએ
Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular