નવજીવન અમદાવાદઃ અમદાવાદમાં દિવસેને દિવસે પોલીસનો ડર ઘટતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આજે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ભર બપોરે એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. ઘટના સામે આવતા સ્થાનીક પોલીસ અને અધિકારીઓ દોડતા થયા હતા. મળતી માહીતી મુજબ અત્યારે આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર અસરફ બલોચ અને તેમની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ઘટનાની વિગત એવી છે કે વસ્ત્રાલ રીંગ રોડ પાસે આવેલી સોસાયટી વૃન્દાવન સ્કાયલાઈનના એક રહેવાશી ઈશ્વરભાઈ પરમાર સાથે તેમની જ સોસાયટીના પ્રદીપ અને સંદીપ રાજપુત નામના વ્યક્તિઓએ સોસાયટીના વહીવટ બાબતની અદાવતમાં હુમલો કર્યો હતો. સોસાયટીની બહાર આવેલા પાન પાર્લર આગળ ઈશ્વર પરમારને બોલાવીને પ્રદીપ રાજપુત નામના વ્યક્તિએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઈશ્વરભાઈને માથાના ભાગમાં ગોળી વાગી હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેને કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનામાં સ્થાનીકોએ જણાવ્યું હતું કે, બંને રાજપુત ભાઈઓ માથાભારે છે અને સોસાયટીમાં પહેલાથી તેમના કોઈની કોઈ સાથે ઝગડા થતા રહેતા હોય છે. ચાર દિવસ અગાઉ બંને ભાઈઓએ ઈશ્વર પરમાર સહિત ત્રણ વ્યક્તિઓને મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યારથી આ વ્યક્તિ ભાગતો ફરતો હતો. આજે બપોરે પ્રદીપ રાજપુતે ઈશ્વર પરમારને સોસાયટીની બહાર બોલાવીને તેમની ઉપર ફાયરિંગ કર્યું હતું. જોકે અગત્યની વાત જણાવતા એક સ્થાનીકે કહ્યું હતું કે બંને રાજપુત ભાઈઓએ સવારે વહેલા સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને ત્યાર બાદ બપોરે સોસાયટી આગળ ગોળીબાર કર્યું હતું.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









