નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસમાં રાહુલ ગાંધીના આગમનના એક દિવસ પહેલા જ પાર્ટી સામે આક્ષેપ કરી યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું હતું. જોકે રાજીનામું આપ્યું ત્યારથી જ વિશ્વનાથસિંહ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલતી હતી. તેવામાં આજે વિશ્વનાથસિંહએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હાથે કેસરીયો ધારણ કરી લીધો છે.
ગુજરાતમાં રાહુલ ગાંધીના આગમન પહેલા 24 કલાકમાં જ બે નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું. યુથ કોંગ્રેસના પ્રદેશપ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાના રાજીનામાં બાદ યુથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે પણ રાજીનામું આપી દધી હતું. રાજીનામાં બાદના દિવસે વિશ્વનાથસિંહ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથેના ફોટો સામે આવતા ભાજપમાં ભરતી થવાની અટકળો ચાલી રહી હતી. ત્યારે આજે વિશ્વનાથસિંહ અને વિનયસિંહ તોમર આજે કમલમ ખાતે કોંગ્રેસના પૂર્વ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા.
ભાજપમાં જોડાયા બાદ વિશ્વનાથસિંહએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ બન્યા તે સમયે કહ્યું હતું કે ભૂક્કા કાઢી નાંખીશું પણ હવે કોંગ્રેસના જ ભૂક્કા નીકળી જવાના છે, રઘુ શર્માના પુત્રના કારણે મારે રાજીનામું આપવું પડ્યું, મારી વિરૂદ્ધ ષડયંત્ર કરવામાં આવ્યું હતું, ભાજપ છેવાડાના માણસ સુધી પહોંચનારી પાર્ટી છે. સત્તામાં કોંગ્રેસ હોત પણ આંતરીક જૂથવાદના કારણે બે મહિના પણ સરકાર ચાલી ન હોત, આવી પરિસ્થિતીમાં યુવાનોનું શું ભલું થશે? કોંગ્રેસમાં રહીને કોઈને મદદ નહીં થઈ શકે એટલા માટે ભાજપમાં જોડાયો છું, કોંગ્રેસમાં ચોપડી ભરાય એટલા જૂથ છે, કોંગ્રેસમાં પ્રમુખ બન્યા પછી બુથને જોડવાનો વિચાર કર્યો હતો, કોઈ કામ લઈને જઈ તો કોઈ મદદ, પ્રોત્સાહન આપતા નહીં. કોંગ્રસ પાર્ટીના જ ઠેકાણા ન હોય તો ટીકીટ માગવાનો અને ચૂંટણી લડવાનો અર્થ શું?, કોંગ્રેસ પાર્ટી પદ વહેંચે છે,








