Friday, April 24, 2026
HomeNationalસુરેશ રૈનાએ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી, હવે IPLમાં પણ જોવા નહીં...

સુરેશ રૈનાએ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી, હવે IPLમાં પણ જોવા નહીં મળે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. હવે રૈના આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમતા જોવા નહીં મળે. રૈનાએ 15 ઓગસ્ટ 2020 ના રોજ મહેન્દ્ર સિંહ ધોની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. આ પછી આઈપીએલમાં તેમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. આ કારણથી તેમણે IPL 2022ની મેગા ઓક્શનમાં કોઈ ખરીદનાર મળ્યો ન હતો. હવે રૈનાએ આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે. સુરેશ રૈના આઈપીએલના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક છે અને તેઓ મિસ્ટર આઈપીએલ તરીકે પણ જાણીતા હતા. જોકે પાછળથી તેમનું ફોર્મ બગડ્યું અને રૈના આ ટૂર્નામેન્ટમાં પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો.

સુરેશ રૈનાએ પોતાની નિવૃત્તિની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, “મારા દેશ અને મારા રાજ્ય ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત છે. હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરવા માંગુ છું. હું બીસીસીઆઈ, ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન, ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજીવ શુક્લા સર અને હું મારા બધા ચાહકોનો આભાર કહેવા માંગુ છું.”

- Advertisement -

સુરેશ રૈનાએ પોતાના ફેવરિટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. રૈનાએ તેની પાછળ ઘણા કારણો આપ્યા હતા. એક મીડિયા ઓર્ગેનાઈઝેશન સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે અમે 15 ઓગસ્ટે રિટાયર થવાનો પ્લાન બનાવી લીધો હતો. ધોનીની જર્સી નંબર 7 છે અને મારી 3 છે. 15 ઓગસ્ટ, 2020ના રોજ ભારતે આઝાદીના 73 વર્ષ પૂર્ણ કર્યા. તેથી આનાથી વધુ સારો દિવસ ન હોઈ શકે.

રૈનાએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 18 ટેસ્ટ, 226 વનડે અને 78 ટી-20 રમી છે. રૈનાએ 226 વનડેમાં પાંચ સદીની મદદથી 5615 રન બનાવ્યા છે. રૈનાએ ભારત માટે 78 T20 મેચમાં 1604 રન બનાવ્યા. જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. રૈના એ ત્રણેય ફોર્મેટમાં ભારત માટે સદી ફટકારનાર કેટલાક બેટ્સમેનોમાંનો એક છે. આઈપીએલમાં સુરેશ રૈનાના નામે ઘણા રેકોર્ડ છે. તેમણે પ્લેઓફમાં સૌથી વધુ રન (714), સૌથી વધુ સિક્સર (40), સૌથી વધુ ફોર (51) સૌથી વધુ અર્ધસદી (7) સૌથી ઝડપી અડધી સદી (16 બોલ) અને પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોર (87 રન) બનાવ્યા. IPLની ફાઈનલ, ક્વોલિફાયર અને એલિમિનેટર મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર તે એકમાત્ર ખેલાડી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular