Saturday, May 30, 2026
HomeGujaratટ્વિટરમાં AAP વિરોધી હેશટેગ શરૂ થયો, જાણો શું છે કારણ અને ગોપાલ...

ટ્વિટરમાં AAP વિરોધી હેશટેગ શરૂ થયો, જાણો શું છે કારણ અને ગોપાલ ઇટાલિયાએ આ અંગે શું કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતનું રાજકારણ પણ ગરમી પકડી રહ્યું છે. હવે ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પણ લોકોનો મત બદલવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે, જે ભાજપ ઘણા વર્ષો પહેલા શીખી ગયું છે અને ભાજપ પોતાના IT સેલ માટે ઘણી મહેનત કરે છે. કોંગ્રેસ આ વિષયમાં હજુ થોડું નબળું છે, જ્યારે આમ આદમી પાર્ટી પણ આ વિષયમાં ભાજપના રસ્તે જ ચાલે છે. ભાજપ અને AAP પોતાના વિરોધીઓને IT સેલની મદદથી ટ્રોલ કરે છે અને લોકોમાં તેની છબી ખરડાય તેવા પ્રયત્નો સતત કરે છે.

તાજેતરમાં જ ભાજપ દ્વારા AAP ઉપર સોશિયલ મીડિયામાં પ્રહારો કરવામાં આવ્યા છે. લોકમુખે ચર્ચાઇ રહ્યું છે કે ગુજરાતની ચૂંટણીમાં આ વર્ષે AAP ત્રીજા પક્ષ તરીકે ઊભરી આવી છે અને ગુજરાતમાં પોતાની પકડ મજબૂત બનાવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા AAP સામે મોરચો ખોલવામાં આવ્યો છે. ભાજપ દ્વારા ટ્વિટર ઉપર #ગુજરાત_વિરોધી_AAP નામનો ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે.

- Advertisement -

ભાજપ દ્વારા આ ટ્રેન્ડ કેમ શરૂ કરવામાં આવ્યો?
ભાજપ દ્વારા ગુજરાતમાં નર્મદા આંદોલન દરમિયાન એક ચહેરો જે સામે આવ્યો હતો તે મેઘા પાટકરને AAP સાથે જોડીને તેવું કહેવામા આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાત મેઘા પાટકરને આગામી વિધાનસભામાં CMના ચહેરા તરીકે જોઈ રહ્યા છે. આ વાતને લઈને ભાજપના નેતાઓ અને IT સેલ દ્વારા શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને AAP ગુજરાત ઉપર નિશાન સાધવામાં આવ્યું હતું.

આ અંગે ગુજરાત AAPના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું
આ અંગે નવજીવન ન્યૂઝ સાથે વાત કરતાં ગોપાલ ઇટાલિયા જણાવે છે કે, “ગુજરાતમાં ભાજપનું છેલ્લા 25 વર્ષ કરતાં વધુ સમયથી શાસન છે તેમ છતાં ભાજપ AAPના શિક્ષણ, રોજગારી, વીજળી અને આરોગ્ય જેવા મુદ્દે જવાબ આપી શકતી નથી કે નથી ચર્ચા કરી શક્તિ. માટે આ પ્રકારની ખોટી અફવાહો ફેલાવીને અમારા સમર્થકોને છેતરવાનું કામ કરે છે.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular