નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત પોલીસમાં એક સાથે આજે 88 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ 38 બિન હથિયારી પોલીસ ઈન્સ્પેકટર્સની બદલીના ઓર્ડર કર્યા છે. આ પોલીસ ઇન્સ્પેક્ટર્સની વહીવટ કારણોસર તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાની સૂચનાથી કરવામાં આવેલી આ બદલીઓમાં સુરત ગ્રામ્યના પીઆઈ કે જે ધડુકને એસીબીમાં મુકવામાં આવ્યા છે. જ્યારે એન એચ જાડેજાને અમદાવાદ શહેરથી બદલીને ઈન્ટેલીજન્સમાં ફરજ સોંપવામાં આવી છે. બનાસકાંઠાથી એમ જે ચૌધરીને એસીબીમાં મુકવામાં આવ્યા છે. જ્યારે એસ જે ભાટીયાને સરત શહેરથી અમદાવાદ શહેરમાં ફરજ સોંપાઈ છે. આવો સમસ્થ લીસ્ટ પર નજર કરીએ.












