Sunday, April 19, 2026
HomeGujaratVideo: ગીર ગઢડા પોલીસ અને BSF જવાન વચ્ચે થઈ જાહેરમાં મારામારી, હાથ...

Video: ગીર ગઢડા પોલીસ અને BSF જવાન વચ્ચે થઈ જાહેરમાં મારામારી, હાથ પગ પકડીને પોલીસ મથકે લઈ ગયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ઉનાઃ ગીર ગઢડા પોલીસ મથકના જીતેન્દ્રસિંહ વાઢેર ગઢડા ગામની હદમાં આવેલા જામવાળા રોડ પર હોય ત્યારે ઉના તરફથી બેફામ આવતી બુલેટ બાઈકને રોકાવતા બાઈક ચાલક સીમા સુરક્ષા દળના જવાન અને પોલીસ કર્મી વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મારામારી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનાને કારણે જાહેર રસ્તા પર ભારે ટ્રાફીક જામ થઈ ગયો હતો અને ઉહાપોહ મચ્યો હતો.

પોલીસ ફરિયાદ મુજબ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ વાઢેર જામવાળા રોડ પર હોય ત્યારે ઉના તરફથી આવતી બુલેટ નં જીજે૦૩એફપી ૬૪૬૪ ના ચાલક જે પોતે સીમા સુરક્ષા દળના જવાન હોવાનું કહેતા હતા તે અરવિંદ વાલજીભાઈ વાળા. (ઉ.૨૮, રહે તાલાળા) એ વધુ પ્રમાણમાં દારૂ ઢીંચેલી હાલત બેફામ ઝડપે આવતા હતા. ઉપરાંત અરવિંદ વાળાની પોલીસ કર્મીએ બાઈક રોકાવતાં તે ઉશ્કેરાઈ ગયો હતો. સીમા સુરક્ષા જવાન સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જઈ ગાળા ગાળી કરતા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને અન્ય પોલીસ કર્મીઓને તાત્કાલિક આવવાનું જણાવ્યું હતું. અરવિંદભાઈ વાળા પોલીસ કર્મીઓ સાથે બેફામ પણે અપશબ્દો બોલી મારામારી કરતા પોલીસકર્મી જીતેન્દ્રસિંહ વાઢેરના શરીરના ભાગે ઢોર માર મારતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સીમા સુરક્ષા દળના જવાનને દારૂ પીધેલી હાલતમાં ગીર ગઢડા પોલીસ મથકે લઈ જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

(અહેવાલ, તસવીર અને વીડિયો આભારસઃ ધર્મેશ જેઠવા, ઉના)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular