નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ રાજ્યમાં હાલ કોરોનાની સ્થીતી નિયતંત્રમાં હોવાનું સામે આવી રહ્યું છે. જોકે થોડા દિવસ અગાઉ ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર કે. એસ. ચૌઘરીને કોરોના અને ન્યૂમોનિયાની બીમારી થઈ હતી. ત્યાર બાદ તેમની તબિયત વઘુ લથડતા તેમને સારવાર અર્થે એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યા તેમનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું હતું.
બનાસકાંઠાના વતની પોલીસ ઈન્સપેક્ટર કે. એસ. ચૌઘરીને તાજેતરમાં જ ખોખરા પોલીસ ઈન્સપેકટર તરીકે તેમને નિમણુંક કરવામાં આવ્યા હતા. ખોખરા પોલીસ સ્ટેશનમાં હાજર થયાના થોડા દિવસ બાદ તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ કોરોના રિપોર્ટ કરવામાં આવતા તેમનો રિપોરેટ પોઝિટિવ આવ્યો હતો અને ન્યુમોનિયાની બીમારી આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન છેલ્લા 15 દિવસથી તેમની તબિયત દિવસેને દિવસે લથડતી જઈ રહી હતી. આજે હોસ્પિટલમાં જ PI કે. એસ. ચૌધરી અંતિમ શ્વાસ લીધા હતા. PI કે. એસ. ચૌધરીના મૃત્યુના સમાચારથી પોલીસ બેડામાં શોક છવાયો છે.








