Sunday, June 28, 2026
HomeGujaratસુરત: કિન્નરોએ સ્લમ વિસ્તારના શ્રમિક પરિવારો સાથે કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી

સુરત: કિન્નરોએ સ્લમ વિસ્તારના શ્રમિક પરિવારો સાથે કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી

- Advertisement -

દિલીપ ચાવડા (નવજીવન ન્યૂઝ. સુરત): દેશની આઝાદીના ૭૫ વર્ષ થતાં આખા દેશમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની જોરશોરથી આજે ઉજવણી કરવામાં આવી રહી છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પ્રસંગે ‘હર ઘર તીરંગા’ કાર્યકર્મની મોટી સફળતા સાથે 76માં સ્વાતંત્ર પર્વની પણ દેશના જુદા જુદા પ્રાંતોમાં વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી સંસ્થાઓ સાથે તમામ ધાર્મિક અને સામાજિક સંપ્રદાયો પણ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ માં જોડાઈને દેશ ભક્તિના રંગે રંગાયા છે, ત્યારે આજે સુરતના કિન્નર સમાજ દ્વારા પણ 76માં સ્વાતંત્ર પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

સુરત શહેરના નાનપરા વિસ્તારમાં રહેતા શિક્ષિત કિન્નર નુરી કુંવર અને અમૃતા કુંવર દ્વારા સમાજ સેવાની કામગીરી કરવાના ભાગરૂપે છેલ્લા ઘણા સમયથી નવોદય ચેરિટેબલ ટ્રસ્ટ અને લક્ષ્ય ચેરિટેબલ ટ્રસ્ટ નામની બે ખાનગી સંસ્થાઓ ચલાવતા આવ્યા છે. આ સંસ્થાઓ કિન્નર સમાજ સાથે LGBTના હક માટેની સેવાકીય કામગીરી કરતી આવી છે. આ સંસ્થાના પ્રમુખ નુરી કુંવર અને અમૃતા કુંવર તથા તેમની સંસ્થાના અન્ય સભ્યો સાથે સુરતના કિન્નરોએ ભેગામળી સુરત શહેરના ઉધના સ્ટેશન નજીકના સંજય નગર સ્લમ વિસ્તારમાં જઈ શ્રમિક પરિવારો સાથે 76માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી.

- Advertisement -

નવોદય ચેરિટેબલ ટ્રસ્ટ અને લક્ષ્ય ચેરિટેબલ ટ્રસ્ટ સાથે અહી રાત્રી શિક્ષણ કાર્યની પ્રવૃતિ કરતી સમાજ સેવી મહિલાઓ ભેગામળી 76માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા સાથે બાળકોને શિક્ષણ કાર્યમાં પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે શિક્ષણ કીટ પણ વિતરણ કરી હતી. નવોદય ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ નુરી કુંવર દ્વારા નવજીવન ન્યૂઝને માહિતી આપવામાં આવી હતી કે, “તેઓ અમૃતા કુંવર દ્વારા ચલાવવામાં આવતા લક્ષ્ય ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળી કિન્નર સમાજના સહયોગથી દરવર્ષે સલ્મ વિસ્તારોમાં જઈને શ્રમિક પરિવારો સાથે રાસ્ટ્રીય પર્વની ઉજવણી કરતાં આવ્યા છે. આવું કરવા માટેનું મુખ્ય કારણ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારના સભ્યો કે જેઓને પરિવારની ચિંતા હોય છે, તેઓના મનમાં પણ દેશ પ્રત્યેની લાગણી હોય છે, પણ પરિસ્થિતીના કારણે તેઓ પોતે અને તેમના બાળકો સાથે રાસ્ટ્રીય પર્વની ઉજવણી નથી કરી શકતા. ત્યારે અમારી સંસ્થા આવા શ્રમિક પરિવારો સાથે મળીને સ્વખર્ચે ઉજવણી કરતી આવી છે. “આધિ રોટી ખાયેંગે દેશ કો બચાયેંગે” એવા સૂત્રો લગાવી ઠાઠમાઠ પૂર્વક ધ્વજ વંદન કરતાં અધિકારીઓ અને નેતાઓથી દૂર ટપકતી છત નીચે જીવતા લોકોમાં અનોખો દેશ પ્રેમ હોય છે.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular