Wednesday, June 24, 2026
HomeGujaratરાજકોટમાં અસામાજિક તત્વોને પોલીસનો કેટલો ભય? ફાયરિંગની ઘટના સામે આવી

રાજકોટમાં અસામાજિક તત્વોને પોલીસનો કેટલો ભય? ફાયરિંગની ઘટના સામે આવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં અવાર નવાર અસામાજિક તત્વોના ત્રાસની ઘટના સામે આવતી રહે છે. નજીવી બાબતે ફાયરિંગ થવું તો રાજકોટમાં જાણે સામાન્ય જ થઈ ગયું હોય તેવું જણાય છે અને પોલીસનો પણ કોઈને ડર ન રહ્યો હોય તેવી સ્થિતિ હાલ રાજકોટની છે. થોડા દિવસ અગાઉ માત્ર 4 હજાર રૂપિયાની ઉઘરાણીમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે હવે 35 હજાર રૂપિયાની લેતીદેતી મામલે ગઇકાલે મોડી રાતે ફાયરિંગની ઘટના સામે આવી છે.

ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, રાજકોટમાં ક્રિષ્ના પટેલ નામની એક યુવતી જે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે તેને પ્રતિક પોકીયા નામના એક વ્યક્તિ પાસેથી 35 હજાર રૂપિયા લેવાના હતા, ઘણી વાર ઉઘરાણી કરવા છતાં આ વ્યક્તિ પૈસા ન આપતા ક્રિષ્ના પટેલે ચિરાગ બોકિયા નામના વ્યક્તિને આ પૈસા ઉઘરાવવા કહ્યું હતું. આ મામલે ગઇકાલે મોડી રાતે ચિરાગ બોકિયાએ પાંચ-છ વ્યક્તિઓ સાથે પ્રતિક પોકીયાની ઉઘરાણી કરી હતી. તે વખતે પ્રતિક પાસે પણ અન્ય વ્યક્તિઓ હતા.

- Advertisement -



બંને જૂથ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે મુદ્દો બીચકતા બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ પ્રતિકના જુથના વ્યક્તિઓએ લાકડી જેવા હથિયાર દ્વારા ચિરાગના જૂથ ઉપર હુમલો કર્યો હતો જેના જવાબમાં ચિરાગ બોકિયાએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં પ્રતિકના જૂથના કેયૂર પટેલને ગોળી વાગી હતી અને તે લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular