Tuesday, May 19, 2026
HomeSeriesDeewal Seriesસિન્હા એ કબાટમાં રહેલી પિસ્તોલ હાથમાં લીધી અને જતા પહેલા સુઇ રહેલી...

સિન્હા એ કબાટમાં રહેલી પિસ્તોલ હાથમાં લીધી અને જતા પહેલા સુઇ રહેલી દીકરી ના માથા ઉપર હાથ ફેરવ્યો

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-42 દીવાલ) : ડીસીપી સિન્હા DCP Sinha તે રાતે સુઈ શક્યા ન્હોતા, તેમનું મન શાંત અને પ્રસન્ન હતું છતાં કોઈ કારણસર ઉંઘ આવી રહી ન્હોતી., ડીસીપી DCP પથારીમાં પડ્યા પડખા ફેરવી રહ્યા હતા. સિન્હા Sinha ની પત્નીએ પડખા ફેરવી રહેલા સિન્હા Sinha નો હાથ પકડી પુછ્યુ ક્યા બાત હૈ? સિન્હા Sinha એ મંદ સ્મિત આપતા કહ્યુ કુછ નહીં, સબ અચ્છા હી હો રહા હૈ, કલ તુમ્હે બતાઉગા, તુમ સો જાઓ. સિન્હા Sinha ને આઈપીએસ IPS થયા એક દસકો થઈ ગયો હતો. કોઈ કેસ તેમના મન ઉપર હાવી થયો ન્હોતો પણ બ્લાસ્ટ કેસ Blast Case બધા કરતા જુદો હતો. સિન્હા Sinha ને ઉઠતા-બેસતા જાગતા સુતા બસ કેસના જ વિચાર આવી રહ્યા હતા. હવે લાગી રહ્યુ હતું કે દસે દિશામાંથી સારા સમાચાર આવી રહ્યા છે. કેરળ, હૈદરાબાદ અને મધ્યપ્રદેશ Hyderabad and Madhya Pradesh ગયેલી ટીમોએ પોતાના ઓપરેશનને સફળતાપુર્વક પાર પાડ્યા હતા. ભોપાલ Bhopal માં ડીસીપી અર્જુનસિંગ DCP Arjun Singh ની મદદને કારણે કોઈ વાંધો આવ્યો ન્હોતો જ્યારે હૈદરાબાદ અને કેરળ Hyderabad and Kerala માં અમદાવાદ પોલીસે એકલા હાથે કામ પાડ્યુ હતું.



ડીસીપી સિન્હા DCP Sinha એ આ ઓપરેશનની સફળ રહ્યાની જાણકારી જેસીપી ગૌડ JCP Gowd સર સિવાય કોઈને આપી ન્હોતી. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના પોલીસ સ્ટેશન ઓફિસરે મોડી રાતે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં હાજર તમામ પોલીસ અધિકારીઓને તેમના સ્ટાફ સાથે સવારે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટ Ahmedabad Airport ઉપર હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. જો કે કોઈ પણ અધિકારીને ખબર ન્હોતી કે એરપોર્ટ કેમ જવાનું છે. સવારે 6 વાગ્યે એસઆરપી SRP ની વધુ એક કંપનીને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch મોકલી દેવામાં આવી હતી. માહોલ જોઈ લાગતુ હતું કે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં કોઈ અગમ્યકારણસર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આવેલી એસઆરપી SRP ની ટીમે મોરચો તૈયાર કર્યો. પોલીસની ભાષામાં મોરચાનો અર્થ થાય છે કે રેતીની બોરીઓ ગોઠવી તેની પાછળ હથિયારધારી જવાન આડાશ લઈ શકે તેને મોરચો કહેવામાં આવે છે. મોરચાની પાછળ ઓટોમેટીક લાઈટ મશિનગન ગોઠવી દેવામાં આવી હતી.

સામાન્ય રીતે ડીસીપી સિન્હા DCP Sinha ક્યારેય એલાર્મ મુકી સુતા ન્હોતા, જ્યારે પણ તેમને વહેલા ઉઠવાનું હોય ત્યારે તે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના પીએસઓને PSO સુચના આપી દેતા હતા કે મને આટલા વાગે ઉઠાડી દેજો પણ આજે તેમણે તેવુ કર્યુ નહીં, તેના બદલે 7 વાગ્યાનું એલાર્મ મુક્યુ હતું. ડી રાત સુધી ઉંઘ આવી ન્હોતી પણ જ્યારે તેમનું એલાર્મ વાગ્યુ અને તેમને લાગ્યુ કે હજી માંડ હમણાં જ ઉંઘ્યો હતો ત્યાં સવાર પડી હતી. જો કે એલાર્મ બંધ કરી તેઓ ઉઠ્યા અને અડધો કલાકમાં તૈયાર થઈ ગયા. હજી તેમની પત્ની અને દીકરી સુઈ રહી હતી, તૈયાર થયા કબાટમાં રહેલી પોતાની પિસ્તોલ હાથમાં લીધી અને જતા પહેલા દીકરી પાસે આવ્યા તેના માથા ઉપર વ્હાલથી હાથ ફેરવ્યો અને નિકળવા જવા તેમણે એક ડગલુ ઉપાડ્યુ અને પાછા રોકાયા. તેમણે પોતાની પત્નીના ચહેરા સામે જોયુ, તેમના ચહેરા ઉપર એક સ્મિત આવ્યુ અને તે મનોમન બબડ્યા આ પણ મારી મોટી ઢિંગલી છે.



પછી તેના માથાના વાળમાં હાથ ફેરવ્યો અને ઝડપભેર ઘરની બહાર નિકળ્યા, તેમની કારનો ડ્રાઈવર અને કમાન્ડો તૈયાર જ હતા. કારમાં બેસતા તેમણે કહ્યુ એરપોર્ટ Airport લઈ લો, ડ્રાઈવરે રીઅરવ્યુમાં જોયુ, સાહેબનો ચહેરો આજે શાંત લાગતો હતો. ઘણા દિવસ પછી સાહેબ શાંત હતા. કાર અમદાવાદ એરપોર્ટ Ahmedabad Airport ઉપર દોડવા લાગી, તેમની સીટમાં તેમણે બાજુ ઉપર પોતાની પિસ્તોલ મુકી હતી. થોડી થોડી વારે તેમનો હાથ પિસ્તોલ ઉપર જતો હતો, તેમને પોતાને આ સારૂ લાગ્યુ નહીં, તેમણે પિસ્તોલ લીધી અને પાછળની સીટમાં બેઠેલા કમાન્ડોને આપતા કહ્યુ આપ કે પાસ રખીએ. પછી તે સીટ ઉપર અદબવાળી બેઠા. સિન્હા Sinha જ્યારે પણ અદબવાળે તેનો અર્થ તેમના મનમાં હવે કઈ રીતે કામ કરવુ તેનું પ્લાનિંગ શરૂ થાય ત્યારે તેઓ અદબવાળી લેતા હતા. આમ તો પોલીસમાં ડ્રાઈવરની નોકરી બહુ સામાન્ય હોય છે પણ ડ્રાઈવર તેમના સાહેબના બારીકમાં બારીક ફેરફારની નોંધ રાખતા હોય છે. ડ્રાઈવર કાચમાં નજર કરી સતત સિન્હા Sinha ના મનમાં ચાલી રહેલી ગરબડ જોઈ રહ્યો હતો.

- Advertisement -

અમદાવાદ કેન્ટોનમેન્ટ વિસ્તાર Ahmedabad Cantonment Area માં થઈ કાર એરપોર્ટ Airport તરફ દોડી. કેન્ટોનમેન્ટમાં એક પૈરાણિક હનુમાન મંદિર Hanuman Mandir છે, જેને કેમ્પ હનુમાન Camp Hanuman તરીકે ઓળખવામાં આવે છે. સિન્હા Sinha ઘણી વખત કેમ્પ હનુમાન Camp Hanuman ના દર્શન કરવા આવી ચુકેલા છે, મુખ્ય રસ્તા ઉપરથી તે મંદિર દેખાતુ નથી છતાં આજે મુખ્ય રસ્તાથી કાર એરપોર્ટ તરફ જઈ રહી હતી ત્યારે સિન્હા Sinha એ મંદિરની દિશામાં જોયુ અને સહેજ માથુ નમાવ્યુ, તે આભાર માની રહ્યા હતા. તેમને લાગી રહ્યુ હતું કે આજે તેમની કાર રોજની ઝડપ કરતા વધુ ઝડપે ચાલી રહી હતી. તેમણે સહેજ આગળ તરફ નમી સ્પીડો મિટર તરફ જોયુ સવારનો સમય હતો રસ્તો ખુલ્લો હતો, પણ કાર તો 80 ઝડપે જ દોડી રહી હતી, પછી એકલા હસ્યા, તેમણે કહ્યુ કાર નહીં તારૂ મગજ ઝડપથી દોડી રહ્યુ છે. એરપોર્ટ સર્કલ Airport Circle થી કાર જમણી તરફ વળી ત્યારે સવારે લેન્ડીંગ અને ટેકઓફ કરી રહેલા વિમાનો નજરે પડી રહ્યા હતા. 2 મિનિટમાં જ તેઓ ડોમેસ્ટિક ટર્મીનલ Domestic terminal ઉપર પહોંચી ગયા. તેમને જોઈ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના વાહનો અને માણસો ટર્મિનલની બહાર હાજર હતા, તેમની કાર બરાબર વચ્ચે જઈ ઉભી રહી, તેની સાથે ઈન્સપેક્ટર જાડેજા PI Jadeja દોડતા આવ્યા.



તેમણે ડીસીપી સિન્હા DCP Sinha ની કારનો દરવાજો ખોલ્યો અને સલામ કરતા કહ્યુ જયહિન્દ સર, સિન્હા Sinha એ કારમાંથી ઉતરતા પોતાના વાહનો અને માણસો તરફ નજર કરી અને પુછ્યુ જાડેજા Jadeja બુલેટપ્રુફ વ્હીકલ આવી ગયા છેને? જાડેજા jadeja એ પોલીસ હેડક્વાર્ટર તરફથી મોકલવામાં આવેલી મોટી બુલેટપ્રુફ Bulletproof બસ તરફ ઈશારો કરતા કહ્યુ સર આવી ગઈ છે. એરપોર્ટ ઉપર મુસાફરોને લેવા અને મુકવા આવેલા મુસાફરોને ખબર પડતી ન્હોતી કે આટલી પોલીસ કેમ છે? સિન્હા Sinha જાડેજા સાથે વાત કરતા હતા ત્યારે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ ફોર્સના ડેપ્યુટી કમાન્ડન્ટ દોડતા એરપોર્ટની બહાર આવ્યા. તેમણે સિન્હા Sinha ને સલામ કરતા કહ્યુ સર જય હિન્દ, સિન્હા Sinha એ તેમની નેઈમ પ્લેટ તરફ જોયુ. નઈમ કાદરી તેમનું નામ હતું. સિન્હા Sinha એ તરત તેમના નામથી સંબોધન કરતા કહ્યુ નઈમ આપકે કમાન્ડન્ટ સે મેરી બાત હોય ગઈ થી. એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા ઈન્ડસ્ટ્રીયલ સીકયુરીટી ફોર્સ ISF પાસે હોય છે. ડેપ્યુટી કમાન્ડન્ટ નઈમ કાદરી Naeem Qadri એ તરત સર કહેતા જવાબ આપ્યો હમે આદેશ મિલા હૈ કી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch કે બીસ જવાન બુલુટેપ્રુફ વ્હીકલ કે સાથ રનવે તક જાયેગે. સિન્હા Sinha એ નઈમ કાદરી Naeem Qadri સાથે હાથ મિલાવતા કહ્યુ થેક્સ નઈમ. પછી જાડેજા Jadeja તરફ ઈશારો કરતા કહ્યુ યહ હમારે ઈન્સપેકટર જાડેજાએ વો અપની ટીમ કે સાથે રનવે તક જાયેગે, સિન્હા Sinha એ કહ્યુ નઈમ આપ હમારે ટીમ ઔર વ્હીકલ કો રનવે તક જાને કા ઈંતઝામ કર દો. નઈમ કાદરી Naeem Qadri એ સિન્હા Sinha ને સલામ કરતા જી જનાબ અને તે જાડેજા Jadeja ને લઈ ત્યાંથી રવાના થયા. સિન્હા Sinha એ પોતાની કારમાં પડેલુ વોકીટોકી લીધુ અને પુછ્યુ જાડેજા jadeja તમે રનવે ઉપર પહોંચી ગયા? થોડીવાર સુધી કોઈ જવાબ નહીં મળતા ફરી સિન્હા Sinha એ વોકીટોકી પોતાના મોંઢા પાસે લાવી જાડેજા Jadeja રનવે ઉપર પહોંચી ગયા? બીજી જ ક્ષણ જવાબ મળ્યો જી સર પહોંચી ગયા છીએ.

(ક્રમશ:)

PART – 41 | JCP ગૌડે કહ્યુ આપના પ્લાન ચેન્જ કર દો પહેલ હમ લોકલ પોલીસ કે બીના ઓપરેશ કરને વાલે થે લેકિન અબ વૅસા નહિ હોંગા

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular