Tuesday, May 26, 2026
HomeGujaratવરસાદમાં થયેલા નુકસાન માટે ઈશુદાન ગઢવીએ સરકાર પાસે માગ્યું વળતર, વીડિયો જાહેર...

વરસાદમાં થયેલા નુકસાન માટે ઈશુદાન ગઢવીએ સરકાર પાસે માગ્યું વળતર, વીડિયો જાહેર કરીને કરી આ માગ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અમદાવાદમા રહેતા હજારો લોકો પ્રભાવિત થયા છે. અમદાવાદનાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ઘણું નુકસાન ભોગવવું પડ્યું છે, ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા લોકોમાં પોતાનું સ્થાન બનાવવા માગતી આમ આદમી પાર્ટી સામે આવી છે અને સરકારને અપીલ કરી છે કે જે લોકોને વરસદમાં નુકસાન થયું છે તેમને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે. આ અંગે આજે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ એક વીડિયો જાહેર કર્યો છે.

વીડિયોમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે કે, “અમદાવાદ સહિત ગુજરાતના બીજા પણ ઘણા શહેરોમાં વરસાદ પડ્યો છે અને વરસાદને લઈને ભાજપના તંત્રની પોલ ખુલી ગઈ છે. તંત્ર એ કામગીરી નથી કરી, પ્રિ-મોનસૂનના નામે માત્ર મિટીંગો કરી છે, એ સાબિત તો થઇ જ ગયું છે. વરસાદ અને પૂરના કારણે સામાન્ય જનતાને વ્યવસ્થાના અભાવમાં હાલાકી ભોગવવી પડી રહી છે. શાળા, કોલેજ, ઓફિસ અને બીજી પણ જરૂરિયાતની વસ્તુ માટે આવવા-જવામાં પણ તકલીફ વેઠવી પડી રહી છે. આમ આદમી પાર્ટીની સરકારને વિનંતી છે કે હવે તે તેમની આંખો ખોલે અને જનતા ને મદદરૂપ બનવા યોગ્ય પગલાં ભરે.”

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આમ આદમી પાર્ટી જનતા વતી સરકારને અપીલ કરે છે કે તાત્કાલિક ધોરણે અમદાવાદ શહેર હોય કે કોઈ બીજું ગામડું હોય કે બીજા અન્ય વિવિધ વિસ્તાર હોય, જ્યાં પણ વરસાદના કારણે સમસ્યાઓ ઉભી થઇ છે, ઘરવખરીને નુકસાન થયું છે, ખેતીને નુકસાન થયું છે, એમને વળતર ચૂકવી દેવામાં આવે. એનો તાત્કલીકે ધોરણે વ્યવસ્થિત સર્વે કરવામાં આવે. ખેડૂતોનો સર્વે અલગ કરવામાં આવે, ગામડાઓ તથા શહેરોનો સર્વે અલગ કરવામાં આવે. ખેડૂત હોય કે વ્યાપારી વર્ગ હોય, કે પછી ઘર વખરી સાથે ઘર-ગાડીઓને નુકસાન થયું હોય, જેને પણ જેટલું નુકસાન થયું છે તે બધાને જરૂરિયાત મુજબ વહેલીથી વહેલી તકે વળતર ચૂકવવામાં આવે.”

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, “વરસાદના કારણે અને યોગ્ય સાફ-સફાઈની વ્યવસ્થા ન હોવાને કારણે સામાન્ય જનતામાં રોગચાળો ફેલાવવાનો પણ ભય છે. એટલે સમય રહેતા જ દવાઓનો છંટકાવ કરવામાં આવે, પહેલાથી જ ડોક્ટર્સની ટીમ તૈયાર કરી દેવામાં આવે કારણ કે રોગચાળો ફેલાવાની પુરે પુરી શક્યતા છે. બધી જ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને સરકારે પહેલાથી જ બધી તૈયારીઓ કરી લેવી જોઈએ અને વિભિન્ન પ્રકારના સર્વે કરી લોકોની જરૂરિયાત મુજબ અલગ અલગ વર્ગને પૂરતા પ્રમાણમાં તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવું જોઈએ.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular