Tuesday, May 26, 2026
HomeGujaratવરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશને રસ્તો શોધી લીધો છે, હવે સફાઈ કર્મચારીઓ...

વરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશને રસ્તો શોધી લીધો છે, હવે સફાઈ કર્મચારીઓ ગટરના ઢાંકણા ખોલીને ઊભા રહેશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા સામે આવી હતી, જેના કારણે મોટા પ્રમાણમાં AMCની ટીકા કરવામાં આવી રહી હતી. ત્યારે હવે AMC દ્વારા સફાઈ કર્મચારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે. હવે જ્યારે વરસાદ આવે ત્યારે સફાઈ કર્મચારીઓએ ગટરના ઢાંકણા ખોલી નાખવાના અને પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી તેમણે જગ્યા ન છોડવી તેવો આદેશ આપવામાં આવ્યો છે.

આમ તો અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામા આવે છે પરંતુ થોડો પણ વરસાદ પડે એટલે તરત જ અમદાવાદનાં રસ્તાઓ નદીઓ બની જાય છે. રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાના કારણે ઘણી વાર કેટલીક દુર્ઘટનાઓ પણ બને છે અને ટ્રાફિક જામ થવું તો જાણે વરસદમાં અમદાવાદ માટે સામાન્ય જ થઈ ગયું છે. ત્યારે હવે આ પાણીના નિકાલ માટે AMCએ નવો રસ્તો શોધી લીધો છે. જેના માટે હવે સફાઈ કર્મચારીઓને આગળ લાવવામાં આવ્યા છે. પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે વરસતા વરસદમાં સફાઈ કર્મચારીઓએ ગટરના ઢાંકણા ખોલીને પાણી ભરાયેલા રોડ ઉપર ઊભું થઈ રહેવાનુ છે.

- Advertisement -

આજે સવારથી અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમાન્યતઃ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયું છે અને ઠેર ઠેર ટ્રાફિક જામ થયું છે ત્યારે આજે સવારથી જ સફાઈ કર્મચારીઓને કોર્પોરેશન દ્વારા કામે લગાડી દેવામાં આવ્યા છે અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ગટરના ઢાંકણા ખોલીને સફાઈ કર્મચારીઓને તેની પાસે ઊભા કરી દેવામાં આવ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular