નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રિંગ મામલાને લઈને એન્ફોર્મેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પુછપરછ માટે નોટિસ મોકલી છે. આ પુછપરછ 21 જુલઈએ થશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સોનિયા ગાંધીની પુછપરછ માટે ઈડીએ બોલાવ્યા હતા પરંતુ જેતે સમયે તેઓને કોરોના સાથે જોડાયેલી હોવાને કારણે પુછપરછ શક્ય બની ન હતી. તે વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાતે ઈડી દ્વારા લાંબી પુછપરછનો દૌર શરૂ કરાયો હતો.
EDએ આ કેસમાં 23 જૂને સોનિયાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ કોવિડ-19 સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે કોંગ્રેસ અધ્યક્ષે તપાસ થોડા અઠવાડિયા માટે મોકૂફ રાખવાની વિનંતી કરી હતી. સોનિયાએ EDને એક પત્ર લખીને ફેફસાના ચેપ, કોવિડથી સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમની પેશી થોડા સમય માટે મુલતવી રાખવાની માંગ કરી હતી. ED આ કેસમાં રાહુલ ગાંધીની લાંબા સમયથી પૂછપરછ કરી ચૂકી છે. પાંચ દિવસ સુધી ચાલેલી આ પૂછપરછ દરમિયાન રાહુલના નિવેદનો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવ્યો હતો.
અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધીને ‘યંગ ઈન્ડિયન’ની સ્થાપના, ‘નેશનલ હેરાલ્ડ’ની કામગીરી અને કોંગ્રેસ દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ને આપવામાં આવેલી લોન અને ફંડ ટ્રાન્સફર સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. મીડિયા સંસ્થામાં ગયા છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓ ‘યંગ ઈન્ડિયન’ના પ્રમોટર્સ અને શેરધારકોમાં સામેલ છે.








