Sunday, April 19, 2026
HomeGeneralબોડેલીમાં અધધધ… 16 ઈંચ વરસાદઃ પાવી જેતપુરમાં 10 અને છોટા ઉદેપુરમાં 9...

બોડેલીમાં અધધધ… 16 ઈંચ વરસાદઃ પાવી જેતપુરમાં 10 અને છોટા ઉદેપુરમાં 9 ઈંચ વરસાદ સાથે લોકોના ઘરમાં પાણી-પાણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ ગુજરાતમાં મેઘ મહેર શરૂ થઈ ત્યારથી જ ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદે પણ પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી હતી, રોડ બેસી જવાથી લઈ ભારે ટ્રાફીક જામ સહિતની મુશ્કેલીઓ લોકોએ વેઠી હતી. તંત્રના પ્રિમોન્સુન પ્લાનના તો અહીં ધજાગરા ઉડી ગયા હતા. કાગળ પર આ પ્લાનીંગ ભલે કરોડોના હોય પરંતુ કુતરતની પરીક્ષામાં કોળીના થઈ ગયા હતા. આ તરફ બોડેલીમાં 16 ઈંચ, પાવી જેતપુરમાં 10 અને છોટા ઉદેપુરમાં 9 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

મધ્ય ગુજરાતમાં ગત રાત્રીથી વરસાદ શરૂ થયો તે થયો પછી જાણે અટકવાનું નામ જ ન લેતો હોય તે રીતે થોડા થોડા સમયની બ્રેક લગાવી સતત વરસતાં પંચમહાલ, છોટા ઉદેપુર સહિત આસપાસના વિસ્તારોમાં ધરખમ વરસાદ રહ્યો હતો. સૌથી વધુ વરસાદ ગુજરાતમાં બોડેલીમાં નોંધાયો હતો. બોડેલીમાં 16 ઈંચ વરસાદ નોંધાયો છે. નદીઓ તો ઠીક અહીં લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે.

- Advertisement -

ભારે વરસાદથી નદીઓ બે કાંઠે થઈ ગઈ છે તો સમગ્ર બોડેલીમાં જળબંબાકાર વરસાદે લોકોના સામાન્ય જીવનને ધમરોળી નાખ્યું છે. બોડેલીના રાજનગર ખાતે 40 લોકો ફસાયા હતા જેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પલાસની કાળીડોળી પુલનો એપ્રોચ વરસાદમાં ધોવાઈ ગયો છે. પાવી જેતપુરના ઝાબ ગામમાં તો રીતસર પાણીને કારણે ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું હોય તેવું દેખાય છે. ડેમ ઓવરફ્લો થવા લાગ્યા છે.

જોકે આ વરસાદની ભારે બેટિંગ વખતે કેટલા લોકોમાં તેની અસર છે કેટલા સંપર્ક વિહોણા બન્યા છે તેની વિગતો તંત્ર પાસેથી મેળવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. આ ઉપરાંત પાણી ભરાવાના કારણે નસવાડીના 12, ક્વાંટના 2 અને બોડેલી તથા સંખેડાના એક એક રસ્તા લોકોની અવરજવર માટે જોખમી હોઈ બંધ કરી દેવાની ફરજ પડી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular