Thursday, April 23, 2026
HomeGujaratએક જ દિવસના વરસાદે ભાજપ અને AMCના ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલી દીધી...

એક જ દિવસના વરસાદે ભાજપ અને AMCના ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલી દીધી છે: ઈશુદાન ગઢવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા આજે વરસાદનું આગમન થતાં જ અમદાવાદનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. અમદાવાદમા માત્ર એક જ દિવસના વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા, રસ્તા ઉપર ખાડા પાડવા, અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જવા જેવી ઘાટનો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, ત્યારે આજે અમદાવાદમા પાણી ભરાઈ જવાની ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ AMCની કામગીરી ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ એક વીડિયો દ્વારા જણાવ્યુ હતું કે, “આજે આવેલા વરસાદે ભ્રષ્ટ ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી દીઘી છે. આજે થોડા જ વરસાદમાં સમગ્ર અમદાવાદમાં પાણી ભરાઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ 10000 કરોડથી વધુ છે અને અમદાવાદની જનતાના કલ્યાણ માટે છેલ્લા બે મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશન રોડ વ્યવસ્થા, ગટર વ્યવસ્થા અને પ્રિ-મોન્સુન પ્લાનિંગના નામે મીટીંગ અને તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ આજે એવું લાગે છે કે એ બેઠકોમાં ભ્રષ્ટાચારની જ ચર્ચા થતી હશે.”

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “આજે એવી સ્થિતિ છે કે માત્ર થોડા જ વરસાદમાં સમગ્ર અમદાવાદ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે, જે અમદાવાદના લોકો માટે મોટો ખતરો છે. ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે લોકોના વાહનો અનેક જગ્યાએ અટવાઈ પડ્યા છે. વિદ્યુત પુરવઠા માટે વપરાતી ડીપી પણ પાણીમાં ડૂબી ગઈ છે. ભ્રષ્ટાચારી ભાજપ સત્તામાં આવી ગઈ છે, પરંતુ અમદાવાદની જનતાની સલામતી માટે બિલકુલ જાગૃત નથી, તે ખૂબ જ ગંભીર મુદ્દો છે. કરોડો-અબજો રૂપિયાનો ટેક્સ વસૂલ્યા પછી પણ આજે ભ્રષ્ટ ભાજપની મહાનગરપાલિકા અમદાવાદની જનતાને સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular