Tuesday, August 25, 2026
HomeGeneralપાટણ: લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી હનીટ્રેપ કરતી ગેંગ, બે યુવતીઓ અને બે...

પાટણ: લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી હનીટ્રેપ કરતી ગેંગ, બે યુવતીઓ અને બે યુવકોની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પાટણ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના ઘણા કિસ્સા સામે આવતા રહે છે. સામાન્ય રીતે મહિલાઓ દ્વારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને લાલચ આપીને પછી તેમને બદનામ કરવાની ધમકી આપીને પૈસા પડાવવાના કિસ્સા સામે આવતા હોય છે, તેવી જ રીતે પાટણમાં એક કિસ્સો બન્યો છે. બે યુવતીઓ અને બે યુવકોની ટોળકીએ કાવતરું રચીને પાટણના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ પાસેથી પૈસા પડાવી લીધા હતા, આ મામલે કેસ નોંધાતા પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.



આ ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ પાટણમાં હારિજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિને એક ગેંગ દ્વારા હનીટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યા હતા. એક યુવતીએ ફરિયાદીને લાલચ આપીને ખાનગી જગ્યાએ બોલાવ્યા હતા, જ્યાં ફરિયાદીને ઉકશાવીને તેમનો અર્ધનગ્ન અવસ્થામાં વીડિયો બનાવી લીધો હતો. ત્યાર બાદ આ યુવતી પોતાના ગેંગ મેમ્બર્સ સાથે મળીને ફરિયાદીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કર્યા હતા અને 10 લાખ રૂપિયાની માગણી કરી હતી જેમાંથી 5 લાખ પહેલા લઈ લીધા હતા.

આ અંગે ફરિયાદી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે યુવતીઓ અને બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આરોપીઓ પાસેથી 3.37 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખીય છે કે થોડા સમય અગાઉ પાટણમાં જ એક વ્યક્તિ સાથે હનીટ્રેપનો કિસ્સો બન્યો હતો અને ત્યાર બાદ આ બીજી ઘટના છે જેમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular