Friday, June 26, 2026
HomeGeneralNSUIની રાજકોટમાં ઈ-મેમો મામલે 'બોજમુક્ત રાજકોટ' સાયકલ યાત્રા, આગેવાનો અને કાર્યકરોની અટકાયત

NSUIની રાજકોટમાં ઈ-મેમો મામલે ‘બોજમુક્ત રાજકોટ’ સાયકલ યાત્રા, આગેવાનો અને કાર્યકરોની અટકાયત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા આજે સાયકલ યાત્રા કરીનું આયોજન કરીને રાજકોટમાં આડેધડ ટ્રાફિક પોલીસે આપેલા ઈ-મેમોનો વિરોધ કર્યો હતો. NSUI દ્વારા આ કાર્યક્રમને ‘બોજમુક્ત રાજકોટ’ નામ આપવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં NSUIના શહેર પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે ભાજપ ઉપર આક્ષેપ લગાવ્યા હતા કે ભાજપે ચૂંટણી ભાડોલ એકત્રિત કરવા માટે આ કામ કર્યું છે. રોહિતસિંહ અને કેટલાક કાર્યકરોએ સાયકલ કરેલી કરીને રાજકોટમાં ઈ-મેમો વિવાદ પર મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આ મામલે ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો હતો.



રાજકોટમાં આજે NSUIના રોહિતસિંહ રાજપૂતે કાર્યકરો સાથે અમિન માર્ગથી કલેકટર કચેરી ‘બોજમુક્ત રાજકોટ’ નામની સાયકલ યાત્રા યોજી હતી. જેમાં સાયકલ પર કરોડોના ‘ઇ-મેમાથી રાજકોટની જનતા ત્રસ્ત, પોલીસતંત્ર ભાજપનું ચૂંટણીફંડ એકત્રમાં મસ્ત.’ જેવા વિવિધ સુત્રોચાર અને પ્લેકાર્ડ સાથે કાર્યકરો જોડાયા હતા. રોહિતસિંહે જણાવ્યું છે કે, “રાજકોટમાં સ્વચ્છતા અને ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા કેમેરા લગાવાયા છે, પરંતુ પોલીસતંત્ર કાયદાની કલમોનું ખોટું અર્થઘટન કરી દરરોજ લાખોની રકમના મેમો ઈશ્યુ કરે છે.”

આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે, “પાંચ વર્ષમાં અંદાજે રૂપિયા 170 કરોડના દંડ ફટાકારાયા છે જેમાં 25 કરોડ જેવી રકમ લોકએ ચૂકવી પણ દીધી છે. ત્યારે નવાઈની વાત તે છે કે આ ઈ-મેમો સ્વૈછિક રીતે દંડ ભરનારા માટે ટ્રાફિક વાયોલેશન નોટિસ હોય છે પણ જો ન ભરવો હોય તો કોર્ટમાં જવાનો અધિકાર મળે છે, પણ પોલીસ તંત્ર તો ખાનગી એજન્ટની માફક રસ્તા પર પકડી-પકડીને અને ઘરે-ઘરે જઈ દંડી ઉઘરાણી કરે છે જે ગેરબંધારણીય છે. ઉપરાંત હવે તો લોકોને મેસેજ કરીને ઈ-મેમો ભરો નહીં તો અમે કોર્ટમાં કેસ કરીશું તેમ જણાવી શહેરની ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાને ભયમાં મુકી રહ્યાં છે.”



રોહિતસિંહે વધુમાં જણાવ્યું હતું કે, “હાલ મોંઘવારીમાં માણસોને ગુજરાન ચલાવવા મુશ્કેલ છે અને પોલીસ 500થી 2500 સુધીના ઈ-મેમો પકડાવે છે, ત્યારે મોટા ઉદ્યોગપતિને સરકાર દેવા માફ કરી દેતી હોય તો સામાન્ય પ્રજાના ઈ-મેમો કેમ માફ ન થઈ શકે. સાથે જ રાજકોટની જનતામાં લગભગ દરેક લોકો કે જેમની પાસે વાહન છે તેમને ઈ-મેમો મળ્યો હોય તેવી હાલત છે.” આમ તેમણે માગણી કરી હતી કે ઈ-મેમો માફ કરી જનતાને રાહત આપવામાં આવે. આ કાર્યક્રમમાં જોડાયેલા કાર્યકરો અને આગેવાનોની પોલીસ દ્વારા અટક કરી લેવામાં આવી હતી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular