Sunday, May 17, 2026
HomeGeneralSwiss Bank: ભારતીયોએ 2021માં સ્વિસ બેંકમાં જમા કરાવ્યા 30,500 કરોડ, 14 વર્ષમાં...

Swiss Bank: ભારતીયોએ 2021માં સ્વિસ બેંકમાં જમા કરાવ્યા 30,500 કરોડ, 14 વર્ષમાં સૌથી વધુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સ્વિટ્ઝર્લેન્ડની સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક આંકડા અનુસાર, વર્ષ 2021માં ભારતીય કંપનીઓ અને વ્યક્તિઓ દ્વારા જમા કરવામાં આવેલી રકમ આ વર્ષે 50 ટકા વધીને 30,500 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ જમા રકમ છેલ્લા 14 વર્ષમાં સૌથી વધુ છે. વર્ષ 2020માં આ આંકડો 20,700 કરોડ રૂપિયા હતો. સતત બીજા વર્ષે ડિપોઝિટમાં વધારો જોવા મળ્યો છે. તેમાં સિક્યોરિટીઝ અને અન્ય સમાન સાધનો સાથેની થાપણોનો પણ સમાવેશ થાય છે.



આ ઉપરાંત ડેટા અનુસાર ભારતીયોના બચત અને ચાલુ ખાતામાં જમા રકમ રૂ. 4,800 કરોડની સાત વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. જોકે, શરૂઆતના બે વર્ષ સુધી તેમાં ઘટાડો થતો રહ્યો હતો. સ્વિસ નેશનલ બેંક (SNB) એ જણાવ્યું છે કે 2021ના અંત સુધીમાં ભારતીય ગ્રાહકો પર 30,839 કરોડ રૂપિયા (3831 કરોડ સ્વિસ ચલણ-CHF) ની જવાબદારીઓ હતી. જેમાં ખાતામાં 4,800 કરોડ રૂપિયા જમા થયા છે. 2020માં તે 4,000 કરોડ રૂપિયા હતી. અન્ય બેંકો દ્વારા રૂ. 9,760 કરોડ જમા કરવામાં આવ્યા હતા, જે 2020માં રૂ. 3,064 કરોડ હતા. ટ્રસ્ટ દ્વારા 2.40 કરોડ જમા કરવામાં આવ્યા હતા.

બેંકે કહ્યું કે મહત્તમ રકમ બોન્ડ્સ, સિક્યોરિટીઝ અને અન્ય સાધનો દ્વારા જમા કરવામાં આવે છે, જે લગભગ 16,000 કરોડ રૂપિયા છે. 2006માં અહીં ભારતીયોની સૌથી વધુ રકમ જમા થઈ હતી, જે 52,000 કરોડ રૂપિયાની નજીક હતી. જે બાદ તેમાં ઘટાડો થયો હતો. જોકે, 2011, 2013, 2017, 2020 અને 2021માં તેમાં વધારો જોવા મળ્યો હતો. બેંકે જણાવ્યું હતું કે 2019 અને 2020માં ચારેય ઘટકોમાં ઘટાડો થયો હતો. જ્યારે 2021માં તમામમાં વધારો થયો હતો.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular