નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ સાણંદ ખાતેના ફોર્ડ કંપનીના પ્લાન્ટને હસ્તગત કરવાની હિલચાલ શરૂ કરી છે. ગુજરાત સરકાર, ટાટા મોટર્સની સબસિડીયરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રીક મોબિલિટી લી. અને ફોર્ડ ઈન્ડિયા પ્રા.લી. વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર થયા છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2011માં ફોર્ડ સાથે કરેલા સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટને પગલે ટાટા મોટર્સ પેટાકંપની ટાટા પેસેજન્ર્સ ઈલેક્ટ્રીક મોબિલિટી લી. વચ્ચે થયેલી સમજૂતી થકી આ કરાર કરવામાં આવ્યા છે.
ફોર્ડની સાણંદ પ્લાન્ટની બધી જમીન, બિલ્ડીંગ, પ્લાન્ટની મશીનરીઝ અને વ્હીકલ એસેમ્બલી સાથે ટાટા દ્વારા હસ્તગત કરવામાં આવશે. ઉપરાંત ખાસ બાબત એ છે કે ફોર્ડના આ પ્લાન્ડના કર્મચારીઓને પણ ટાટા પોતાનામાં સમાવી લેશે. મતલબ કે ફોર્ડના સાણંદ ખાતે આવેલા પ્લાન્ટમાં એન્જિન ઉત્પાદનનું કામ ચાલુ જ રહેશે.
કરાર પ્રમાણે પાણી, વીજળી એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી સામાન્ય સુવિધાઓ ટાટા અને ફોર્ડ વાપરી શકે તે માટે સહયોગ આપશે. ટુંકમાં આ કરાર પછી ગુજરાતમાં ઈલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનની શરૂઆત થશે અને પર્યાવરણ પ્રીય ગ્રીન મોબિલિટીની દિશામાં ગુજરાતનું મોટું પગલું હશે. ફરોડના પ્લાન્ટમાં 3043ને સીધી રોજગારી અને 20 હજાર જેટલી રોજગારી ઊભી થાય તેવું પ્લાનીંગ થઈ રહ્યું છે. ગુજરાતને ઓટો હબ બનાવવા ઔદ્યોગિક નીતિ-2009 હેઠળ, સરકારે મેગા/ ઇનોવેટીવ પ્રોજેકટને સહાય આપવાનું જાહેર કર્યું હતું.
![]() |
![]() |
![]() |