Sunday, May 24, 2026
HomeGeneralત્યારે બુટલેગર સામે સામસામે ફાયરિંગ થયા હતા: P.S.I. રીઝવી ગર્વ એવોર્ડથી સન્માન

ત્યારે બુટલેગર સામે સામસામે ફાયરિંગ થયા હતા: P.S.I. રીઝવી ગર્વ એવોર્ડથી સન્માન

- Advertisement -

સલીમ બરફવાળા (નવજીવન ન્યૂઝ.ભાવનગર): પીએસઆઈ રિઝવી વલ્લભીપુર પોલીસમાં ફરજમાં હતા ત્યારે સિહોરમાં પણ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી છે. ભાવનગર જિલ્લા ઉપરાંત ગઢડામાં પણ રિઝવી ફરજ બજાવી ચુક્યા છે, ફિલ્મ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયાપ્રદા અને ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અધિકારીકતા મંત્રી પ્રદિપ પરમારના હસ્તે ગાંધીનગરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રિઝવીને એવોર્ડ અર્પણ થયો, રિઝવી ગઢડામાં ફરજમાં હતા, ત્યારે બુટલેગરમાં સાથે સામસામે ફાયરિંગ થયા હતા.



જેમ સૈનિક આપણી સીમાઓ પર પોતાનો જીવ જોખમમાં મુકી સુરક્ષા કરે છે. તેમ સીમાઓની અંદર દેશમાં ઘણા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ છે જેમના કારણે કાયદો વ્યવસ્થા હજુ પણ સચવાયેલી છે. અગાઉ પણ ઘણા આવા બહાદુર પોલીસ કર્મીઓ લોકો સમક્ષ આવ્યા છે તો ઘણા પ્રામાણિક પોલીસ કર્મીઓ અને અધિકારીઓ હજુ પણ જાહેરમાં નથી આવ્યા પણ પોતાનું કાર્ય પ્રામાણિક અને હિમ્મત પુર્વક કરે જ છે. પોલીસની નોકરીમાં પણ જીવ ઘણીવાર જોખમમાં મુકાઈ જતો હોય છે તેવું રિઝવી સાથે પણ થયેલું છે જ્યારે રિઝવી ગઢડામાં ફરજમાં હતા.

- Advertisement -

ત્યારે બુટલેગર સામે સામસામે ફાયરિંગ થયા હતા જે ઘટના ખૂબ ચર્ચામાં રહી હતી રિઝવીએ હાલ સુધી જ્યાં પણ ફરજ બજાવી છે ત્યાં હિંમત પૂર્વક ડ્યુટી કરી છે. જેના અનેક દાખલાઓ આપી શકાય તેમ છે અગાઉ વલ્લભીપુર ભાવનગર અને અલંગ સહિત સિહોરમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં રાજકોટ ગ્રામ્યમાં ફરજ બજાવતા પીએસઆઇ ટી.એસ.રીઝવીનું ગત તા ૨૫ ના રોજ ગાંધીનગર ખાતે ગર્વ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

ઉત્તરપ્રદેશના રામપુરના પૂર્વ સાંસદ અને પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી જયાપ્રદા અને ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના મંત્રી પ્રદિપ પરમારની ઉપસ્થિતિમાં અને તેમના હસ્તે આ એવોર્ડ આપી પીએસઆઇ રીઝવીને સન્માનીત કરાયા હતા. પીએસઆઇ રીઝવી ભાવનગર અને અલંગ ઉપરાંત ગઢડા, બોટાદ અને ઢસામાં પણ પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા છે. ગુજરાતના ફાયર અને સેફટી વિભાગના અધિકારીઓ , કર્મચારીઓ ઉપરાંત પોલીસ ડીપામેન્ટના ઝાંબાઝ અધિકારીઓનું આ સમારોહમાં અગ્રણીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.



જનતા સમક્ષ અધિકારીઓની સાહસિક કામગીરી અંગે જાણકારી ફેલાવવાના ઉદ્દેશ સાથે આ સમારોહ થોયો હતો. અંદાજીત ૨૦૦૦ થી વધુ મહેમાનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક ખાતે યોજાયેલા આ ગર્વ એવોર્ડ સમારોહમાં ભારત સરકારના ભૂતપૂર્વ ફાયર એડવાયઝર ડૉ.ડી.કે.શમી, દિલ્હી ફાયર સર્વિસના પૂર્વ સીએફઓ એસ . કે . પેરી , ઉત્તરપ્રદેશના ફાયર વિભાગના પૂર્વ ડાયરેકટર પી.કે.રાવ, મુંબઇ ડીઝાસ્ટર મેનેજમેન્ટના પૂર્વ ડે.કમિશ્નર ડૉ.પ્રભાત, ગુજરાત ફાયર પ્રિવેન્શન સર્વિસના ડાયરેકટર કે.કે.વિનોઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular