નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં અભ્યાસ કરવાનો ક્રેશ વધી રહ્યો છે. ત્યારે હવે ઠગ ટોળકીઓ આવા વિધાર્થીઓ સાથે છેતરપિંડી કરી પૈસા પડાવવા સક્રિય થયા છે. વિદેશ ભણવા જતાં વિધાર્થીઓના ઓનલાઈન ભરવામાં આવતી ફી વિદેશી ક્રેડીટકાર્ડની મદદથી ડેટા હેક કરી છેતરપિંડી કરતી ગેંગને અમદાવાદ સાઇબર ક્રાઇમે ઝડપી પાડી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમે વિદેશ ભણવા જતાં વિધાર્થીઓ સાથે છેતરપિંડી કરતાં 3 આરોપીની ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે. રવિ ઉર્ફે રવિન્દ્ર વાણી, અશરફ દરસોત અને ચિરાગ ભટ્ટ નામના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ ત્રણે આરોપી છેતરપિંડી એવી રીતે કરતાં હતા કે ભોગ બનારને લાંબા સમયે ખબર પડતી હતી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. આરોપીઓ ઓનલાઇન વેબસાઇટ દ્વારા ક્રેડિટ કાર્ડનો ડેટા બિટકોઇન દ્વારા મેળવી લઈ વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓની યુનિવર્સિટીમાં ભરવાની થતી ફી હેક કરી ક્રેડિટ કાર્ડના ડેટાના આધારે યુનિવર્સિટીની પેમેન્ટ લિંક દ્વારા પાઉન્ડ / ડોલરમાં ફી ભરાવી ભારતીય ચલણમાં રૂપિયા મેળવી લેતા હતા. આ ટોળકીએ અમદાવાદના પોલીસકર્મીને પણ 5 લાખનો ચૂનો લગાડ્યો હોવાનુ સામે આવ્યુ છે.
પોલીસ પુછપરછમાં સામે આવ્યુ છે કે, આરોપી ચિરાગ વિઝાનુ કામ કરે છે. તેના સંપર્કમાં અનેક એવા વિધાર્થીઓ છે જે વિદેશ ભણવા જય રહ્યા છે. ચિરાગ વિધાર્થોની કોલેજમાં પેમેન્ટ કરવાની જબાવદારી સ્વિકારે છે. જ્યારે રવિ અને અન્ય આરોપી અશરફ કાર્ડીંગ કરે છે, જેની મદદથી ઓનલાઈન વેચાતા કાર્ડનો ડેટા મેળવી છેતરપિંડીના કાર્ડથી ફી ભરતા હોવાનો ખુલાસો થયો છે. કેટલીક યુનિવર્સિટી છેતરપિડીનું કાર્ડ હોવાથી તે પેમેન્ટ કેન્સલ કરી દે છે. અમદાવાદના એક પોલીસકર્મીનો દિકરો વિદેશ ભણવા જવાનો હોવાથી તેની ફી પણ આવી જ રીતે આરોપીએ ભરીને છેતરપિંડી કરી હતી. સમગ્ર બાબતે પોલીસકર્મીની ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં એક નહીં પરંતુ અનેક વિધાર્થીઓ છેતરાયા હોવાનુ પોલીસ અનુમાન લગાવી રહી છે. ત્રણે આરોપીની વધુ પૂછપરછ બાદ અન્ય બીજા ભોગ બનનાર સામે આવી શકે છે.
![]() |
![]() |
![]() |











