Saturday, May 2, 2026
HomeSeriesDeewal Seriesમહંમદ રોજ રાતે રડતો, તેને લાગતુ તેનો પરિવાર તેને બુમો પાડી બોલાવે...

મહંમદ રોજ રાતે રડતો, તેને લાગતુ તેનો પરિવાર તેને બુમો પાડી બોલાવે છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન.દીવાલ-ભાગ 1): સવારના 6 વાગ્યા હતા. બેરેક Barracks માં કોઈની પાસે ઘડિયાળ Watch તો ન્હોતી, પણ બેરેક Barracks ના લોંખડી દરવાજા ખોલવા નિકળેલા જેલ Jail સિપાઈના હાથમાં રહેલો ચાવીઓનો જુડાનો અવાજ જાણે કેદીઓ Prisoners ને કહી રહ્યો હતો કે ચાલો ઉઠો સવાર Morning થઈ ગઈ છે. એક પછી એક બેરેક Barracks ના લોખંડી દરવાજા Door ખુલી રહ્યા હતા ત્યારે તે દરવાજામાં ઓઈલીંગના અભાવે આવતો કચડડડનો અવાજ કરકશ હોવા છતાં કેદીઓ Prisoners ને કાયમ ખુલી રહેલા દરવાજાનો અવાજ ગમતો હતો. કારણ 100 બાય 100 ફુટની વિશાળ બેરેક Barracks પણ તેમને બંધિયાર લાગતી હતી. મહંમદ Muhammad પોતાની પથારી Bed માં જ પડ્યો હતો. આમ તો ઠંડીની સીઝન Cold season પુરી થવા આવી હતી છતાં સવારે વાતાવરણ ઠંડુ રહેતુ હોવાને કારણે તેણે પાતળી ચાદર ઓઢેલી હતી. આમ તો જેને આપણે પથારી Bed કહીએ છીએ તેવી પથારી Bed તો કેદીઓ Prisoners સ્વપ્નમાં જ જુવે છે.

Advertisement

- Advertisement -




જેલ Jail દ્વારા પથારી Bed ના નામે આપવામાં આવતો ગરમ ધાબળો Warm blanket અને તેવો જ ઓઢવા માટેનો ધાબળો blanket તે જ તેમની પથારી હતી. મહંમદ Muhammad ની આંખો બંધ હતી છતાં તેના કાન ખુલ્લા હતા. તે એક પછી એક ખુલી રહેલી બેરેક Barracks ના અવાજ સાંભળી રહ્યો હતો. તેની આંખો બંધ હોવા છતાં તે માત્ર અવાજ ઉપરથી કઈ બેરેક Barracks ખુલી રહી છે તે નક્કી કરી શકતો હતો. તેને પુરા 8 વર્ષ અહીંયા થઈ ગયા હતા. 8 વર્ષ પહેલા તે અમદાવાદ Ahmedabad ની સાબરમતી જેલ Sabarmati Jail માં લાવવામાં આવ્યો ત્યારે તે દિવસો સુધી ક્યારે છુટીશું તેની રાહ જોતો હતો. દિવસોના દિવસો રડ્યા કરતો હતો પણ હવે રડવા માટે આંસુઓ પણ ખલાસ થઈ ગયા અને છુટવાની વાત તો લગભગ તે ભુલી જ ગયો હતો. બેરેક Barracks માં બીજા સાથીઓ ઉઠી ગયા હતા, કેટલાંક તો બેરેક Barracks ના લોંખડી દરવાજા પાસે જઈ આતુરતા પુર્વક સિપાઈ Sepoy આવવાની રાહ જોઈ રહ્યા હતા. મહંમદ Muhammad ની બાજુમાં સુઇ રહેલો યુસુફ Yusuf પથારી Bed માં જ હતો, પણ તેની ખુલ્લી આંખે બેરેક Barracks ની 30 ફુટ ઉંચી છત સામે જોઈ કંઈક વિચારી રહ્યો હતો. કદાચ તેના મનમાં કોઈ વિચાર પણ ન્હોતો, બેરેક Barracks ની ઉંચી છત સામે જોઈ તેના વિચારો જાણે ઉપર સુધી જતા હોય તેવુ તેને લાગી રહ્યુ હતું. તેનું મન એકદમ શાંત હતું, રાત્રે ખુબ સારી ઊંઘ આવી હતી.

યુસુફ Yusuf પણ મહંમદ Muhammad જેલમાં આવ્યો તેના 1 મહિના બાદ આવ્યો હતો. પહેલા તો રોજ રાત્રે તે પણ રડતો હતો, તેને ઊંઘ આવતી ન્હોતી અને પરિવાર Family ની યાદ તેને ઊંઘવા દેતી ન્હોતી. તેને જાણે તેના પરિવાર Family ના લોકો બુમો પાડી પાડી બોલાવતા હોય તેવુ તેને લાગતુ હતું. ત્યારે તે પોતાના બંન્ને હાથના પંજા કાન ઉપર દબાવી તે અવાજને રોકવા માટે પ્રયત્ન કરતો હતો. જો કે હવે તેને કોઈ અવાજો સંભાળતા ન્હોતા અને એકલા રહેવાની જાણે હવે આદત થઈ ગઈ હતી. યુસુફે Yusuf સુતા બેરેક Barracks ની 4 તરફ નજર ફેરવી, તેને બેરેક Barracks માં કેટલાંક હજી પથારી Bed માં ઉઠી બેઠા હતા, તો કેટલાંક કેદીઓ Prisoners ન્હાવો ધોવાની તૈયારી કરી રહ્યા હતા. સાબરમતી જેલ Sabarmati Jail ની આ વિશાળ બેરેક Barracks જેને જેલ Jail અધિકારી Officer ઓ 200 ખોલી નામ આપ્યુ હતું.

આવુ નામ કેમ આપ્યુ હશે તેવો યુસુફ Yusuf ને ઘણી વખત વિચાર આવતો હતો. કારણ અહીંયા તો એક જ બેરેક Barracks હતી, ખોલી તો એક પણ ન્હોતો. તેણે એકાદ-બે વખત જેલ Jail સિપાઈને પણ પુછ્યુ હતું પણ તે પણ યુસુફ Yusuf જેવો હતો તેને પણ આ અંગે કંઈ ખબર ન્હોતી. છતાં તેણે કહ્યુ આ નામ તો અંગ્રેજો આપતા ગયા હતા. 1895માં સાબરમતી જેલ Sabarmati Jail બનાવવામાં આવી હતી ત્યારે તો આ જેલમાં મોટા ભાગના કેદીઓ Prisoners સત્યાગ્રહીઓ Satyagrahi હતા. યુસુફે Yusuf સાંભળ્યુ હતું કે આ જેલમાં ગાંધીજી Gandhi અને સરદાર પટેલ Sardar Patel પણ રહ્યા હતા, પણ તેણે તે જગ્યા કોઈ દિવસ જોઈ ન્હોતી. કારણ કે જેલ Jail સિપાઈઓ તેમને જેલ Jail માં ખાસ ફરવા દેતા ન્હોતા. યુસુફ Yusuf ની બેરેક Barracks માં બધા જ સાથીઓ મુસલમાન હતા. યુસુફ Yusuf ને આ વાત જરા પણ પસંદ નહોતી. બહાર તો ઠીક પણ જેલ Jail ની અંદર પણ તેમની સાથે આવો ભેદભાવ રાખવામાં આવતો હતો. જેલ Jail અધિકારી Officer ઓ કહેતા કે તમને હિન્દુઓ Hindu ની સાથે રાખીશુ તો દંગો થઈ જશે.

- Advertisement -

Advertisement




આ બેરેક Barracks વિશાળ હતી, તેને 4 ખુણામાં 4 બારીઓ હતી, જેની ઉપર લોંખડના એકદમ મજબુત સળિયા ફિટ કરવામાં આવ્યા હતા. બેરેક Barracks ની બરાબર વચ્ચે 10 ફુટ મોટો લોંખડનો દરવાજો હતો. જેની ઉપર અંગ્રેજોના જમાનાનું તાળુ મારવામાં આવતુ હતું. બેરેક Barracks ની અંદર જમણી તરફ 4 બાથરૂમ Bathroom અને 4 સંડાસ toilet હતા. જો કે તેની ઉપર લાગેલા લાકડાંના દરવાજા આખા ન્હોતા, બાથરૂમ Bathroom ના દરવાજા ઉપરથી અને નીચે કાપેલા હતા એટલે ન્હાઈ રહેલા કેદી ના પગ અને માથુ બહારથી પણ કોઈ જોઈ શકે તેમ હતા. જ્યારે સંડાસ Toilet નો દરવાજો ઉપરથી ખુલ્લો હતો. આવુ બધુ અંગ્રેજોના જમાનાથી ચાલી આવતુ હતું, તેમાં કોઈ ફેરફાર થયો ન્હોતો.

જે તરફ સંડાસ બાથરૂમ Toilet bathroom હતા તે તરફ કોઈ કેદી સુવા તૈયાર ન્હોતો કારણ રોજ સફાઈ થતી હોવા છતાં તે તરફથી દુર્ગધ તો આવતી હતી. ઊંચી છતમાં 15-15 ફુટના અંતરે લાઈટના ગોળા લાગેલા હતા અને આખી બેરેક Barracks માં 3 પંખા હતા. જો કે લાઈટ Light અને પંખા Fan ખુબ ઊંચા હતા જેથી કોઈ કેદી ત્યાં સુધી પહોંચી ફાંસો ખાઈ શકે નહીં. હમણાં તો ઠંડી Winter હતી, પણ ઉનાળામાં તો પંખા નીચે સુવા માટે કેદીઓ Prisoners રીતસર ઝઘડી પડતા હતા. બેરેક Barracks માં બધો પોતાનો સામાન પોતાની પથારી Beds ના માથા પાસે જ રહેતો હતો, જો કે સામાનમાં પણ કંઈ ખાસ હોતુ નથી. 2-3 જોડી કપડાં, ટૂથબ્રશ Toothbrush અને કાંસકા Comb જેવી સામાન્ય વસ્તુઓ હતી. યુસુફ Yusuf ની નજર હજી બેરેક Barracks માં ફરતી જ હતી ત્યારે અચાનક તેના કાને તેની બેરેક Barracks નો દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો. તેની સાથે પથારીમાંથી એકદમ બેઠો થઈ ગયો, તેણે જોયુ તો મહંમદ Muhammad હજી તેની તરફ પીઠ કરી ઊંઘતો હતો. તેણે મહંમદ Muhammad ની પીઠ ઉપર હાથ મુક્યો તેની સાથે મહંમદ Muhammad ચત્તો થયો અને તેણે પ્રશ્નાર્થ નજરે યુસુફ Yusuf સામે જોયુ.

- Advertisement -

Advertisement




યુસુફે Yusuf તેને એક હળવું સ્મિત આપતા કહ્યુ મેજર સાબ ઉઠના નહીં હૈ, રાત કો સોયે નહીં ક્યા? યુસુફ Yusuf ની વાત સાંભળતા જ મહંમદ Muhammad પથારીમાંથી ઉભો થયો અને પલાઠીવાળી બેસતા યુસુફ Yusuf ને કહ્યુ અરે બટકે ખુબ અચ્છી નિંદ આઈ થી, દરવાજા ખુલને કા ઈતંઝાર થા, એટલું કહેતા મહંમદ Muhammad બેરેક Barracks ના ખુલી રહેલા દરવાજા Door સામે જોયુ. યુસુફ Yusuf મહંમદ Muhammad ની સામે જોઈ રહ્યો તો, મહંમદ Muhammad ખુબ ઓછુ બોલતો પણ તેના એક એક શબ્દોનું મહત્વ હતું. દરવાજા Door ખુલને કા ઈંતઝાર થા આમ તો સામાન્ય વાક્ય લાગે. પણ બીજો અર્થ કરો તો તે કોઈ ગંભીર બાબત કહી રહ્યો હતો.

યુસુફ Yusuf ની બેરેક Barracks માં કુલ 47 કેદીઓ Prisoners હતા. તમામ કેદીઓ Prisoners એ ચૂંટણી કર્યા વગર પોતાના નેતા તરીકે મહંમદ Muhammad હોવાનું સ્વિકારી લીધુ હતું, તે વ્યવસાયે વકીલ Advocate હતો, ફાંકડુ અંગ્રેજી English પણ બોલી શકતો હતો. ધીર ગંભીર પ્રકારનો ઈન્સાન હતો, તેના કારણે કેદીઓ Prisoners તેને મેજર તરીકે સંબોધતા હતા. જ્યારે યુસુફ Yusuf ની હાઈટ 4 ફુટ 5 ઈંચ હતી એટલે તેને જેલ Jail માં બધા બટકે કહી સંબોધતા હતા. જો કે યુસુફ Yusuf ને તેનું ખરાબ પણ લાગતુ ન્હોતુ, મહંમદ Muhammad પણ યુસુફ Yusuf ને એક હળવું સ્મિત આપ્યુ અને તે ઉભો થઈ સીધો લોખંડના ખુલી ગયેલા દરવાજાની બરાબર વચ્ચે જઈ રોજની આદત પ્રમાણે ઉભો રહી ગયો. તેની નજર આકાશમાં હતી આટલી વહેલી સવારે પણ કોઈ બાળકે Child પતંગે ચગાવી હશે, તે આકાશમાં ઉડતી પતંગને જોઈ રહ્યો હતો.

(ક્રમશ:)

Advertisement



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Advertisement



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular