નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ફરી એકવાર કફ સિરપની બોટલ્સનો જથ્થો મળી આવ્યો છે. Codeine Phosphate કન્ટેન ધરાવતી 477 બોટલ SOG ક્રાઈમએ ઝડપી પાડી છે. Codeine Phosphate કન્ટેન ધરાવતી કફ સિપરનો ઉપયોગ મોટા ભાગે યુવાનો નશો કરવા માટે ઉપયોગમાં લેતા હોય છે. સામાન્ય રીતે આ કફ સિરપ અન્ય કોઈ નશાના પદાર્થ કરતા સસ્તી આવતી હોવાથી મધ્યમ અને ગરીબ વર્ગના યુવાનો આ પ્રકારનો નશા તરફ વધુ આકર્ષાતા હોય છે. જો કે આ પદાર્થો ધારણા કરતા વધુ હાનીકારક હોય છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારમાંથી પાસ પરમીટ વગરની કફ સિરપની બોટલનો જથ્થો પોલીસ ઝડપી રહી છે. ત્યારે આજે ફરી એકવાર દાણીલીમડા વિસ્તારમાંથી કફ સિરપનો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે. એ.ઓ.સોજી ક્રાઈમના પી.આઈ. કે.બી. રાજવી અને તેમના સ્ટાફના માણસોએ બહેરામપુરાના આણંદજી કલ્યાણજી બ્લોકની પાસે આવેલા મોબાઈલ ટાવર પાસેથી આરોપી સાલમાન ઉર્ફે શાહરુખ શેખ અને રૂસ્તમઅલી હાસમીને ઓટોરીક્ષામાં પાસ પરમીટ વગરના કફ સિરપની બોટલ્સના જથ્થો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે બંને આરોપી પાસેથી 54,850ની કિંમતનો કફ સિરપનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસ પુછપરછમાં આરોપીએ આ કફ સિરપનો જથ્થો વિમલ નામના ઈસમ પાસેથી લાવ્યો હોવાનું અને આ જથ્થો રફીક લાલપરીને વેચાણ માટે લાવ્યા હોવાનું કબુલ્યુ હતું. પોલીસે બંને આરોપી વિરુઘ્ઘ એન.ડી.પી.એસ એક્ટ કલમ 8સી, 21સી, 29 મુજબ ગુનો દાખલ કરી આગલની કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











