નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ‘ભુલ થવી એ એક પ્રકૃતિ છે. અને ભુલને સુઘારવીએ પ્રગતી છે ભાજપ મારી માતૃ સંસ્થા છે આ સંસ્થાએ મને માતા સમાન પ્રેમ આપ્યો છે’ વસંત ભટોળે ભાજપમાં જોડાતા જ આ શબ્દો કહ્યા. આ ઉપરાંત કોંગ્રેસને આજે એક બીજો ફટકો શ્વેતા બ્રહ્મભટ્ટના નામનો પડ્યો છે. થોડા જ દિવસો પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે જ શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજમાં જશે તેવી અટકળો થઈ હતી આજે તેમણે પણ રાજીનામું ધરી દીધું છે અને એ પણ હાઈકમાન્ડને એક સલાહ આપતાની સાથે.
કોંગ્રેસના પૂર્વ નેતા અને ધારાસભ્ય વસંત ભટોળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હાથે ખેસ પહેરી ભાજપમાં પુનઃ પ્રવેશ્યા છે. અગાઉ ભાજપમાંથી ટિકિટ નહીં મળવાની કમ્પલેઈન સાથે તેઓએ ભાજપને ટાટા કહ્યું હતું અને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. હવે ફરી કોંગ્રેસને ટાટા કહી ભાજપનું કમળ પકડ્યું છે. હાલ ચૂંટણીની સિઝનમાં કોંગ્રેસમાં જાણે પાનખર ચાલતી હોય તેમ કોંગ્રેસના પાક્કા (વરિષ્ઠ) અને કદાવર નેતાઓ ટપોટપ ખરી પડી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ભાજપમાં જાણે બહારની મૌસમ ચાલતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
બીજી બાજુ કોંગ્રેસના હાઈકમાન્ડને કોંગ્રેસની અંદર સડો છે, જેને દુર કરવા 360 ડીગ્રી પરિવર્તનની જરૂર છે, તેવી સલાહ આપવા સાથે કોંગ્રેસી નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વિધાનસભા લડી પણ જીત મળી નહીં તેવા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ થોડા જ દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરી હતી. જે પછી ભાજપમાં શ્વેતાની એન્ટ્રી થશે તેવા ઢોલ બહુ વાગ્યા હતા જે સાચા ઠરે તેવી શરણાઈઓ હજી પણ ચાલુ જ છે. કારણ કે આજે શ્વેતા બ્રહ્મભટ્ટે કોંગ્રેસને અલવીદા કરી દીધું છે.
સામાન્ય જનતા માટે અહીં નેતાઓની વિચારધારા મામલે જરૂર વિચારવા જેવું બની ગયું છે. નેતા ચૂંટણી ટાંણે પક્ષપલ્ટો કરી પોતાનો ફાયદો જરૂર જોતા થયા છે, જનતાએ પણ પોતાનો ફાયદો અને આગામી સમયમાં કોણ સારું શાસન આપી શકે તે મત આપતા પહેલા જરૂર જોવું રહ્યું. હજુ આગામી સમયમાં બીજા ઘણા નેતાઓનો કાર્યકરોનો પક્ષ પલ્ટો પણ આપણને આશ્ચર્ય પમાડશે તે નક્કી છે.
![]() |
![]() |
![]() |