નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા કેસને પાછા ખેંચવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી રિવિઝન અરજીને સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. ચૂંટણી ટાણે એકા એક હાર્દિક પટેલ પરથી મુશ્કેલી ઓછી થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશનમાં પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ સહિત 20 લોકો પર રાયોટિંગ અને તોડફોડની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તાજેતરમાં જ રાજ્ય સરકાર તરફથી ફરિયાદ પાછી ખેંચવા માટે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરવામાં આવી હતી. જે અરજીને કોર્ટ મંજૂર કરતાં હાર્દિક પટેલ સહિત 20 આરોપીઓને રાહત મળી છે. ગુજરાત સરકારે પાટીદારો સામે થયેલા કેસ પાછા ખેંચવા માટેની તૈયારી બતાવી હતી આ એ પૈકીનો એક કેસ છે.
![]() |
![]() |
![]() |