Thursday, October 2, 2025
HomeGeneralનર્મદા: કવોરી ઉદ્યોગોની હડતાળ, 8 દિવસથી બંધ થતાં 300 મજૂરો બેકાર

નર્મદા: કવોરી ઉદ્યોગોની હડતાળ, 8 દિવસથી બંધ થતાં 300 મજૂરો બેકાર

- Advertisement -

વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપલા): નર્મદા જિલ્લા સહિત રાજ્યભરમાં ક્વોરી ઉદ્યોગ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. પોતાની પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા એમણે ગુજરાતનાં મુખ્યમંત્રીથી લઈને ખાણખનીજ મંત્રાલયને પણ રજૂઆતો કરી હતી. પરંતુ આ રજૂઆતોનો કોઈ નિવેડો ન આવતા નર્મદા જિલ્લાના 7 જેટલા કવોરી ઉદ્યોગ સંચાલકોએ સ્વૈચ્છિક હડતાળ પર ઉતરી પડ્યા છે, જેથી એમાં કામ કરતા 300 જેટલા મજૂરો બેકાર થઈ જતાં કપરી પરીસ્થિતિમાં મુકાયા છે.



ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ક્વોરી ઉદ્યોગને લગતા પ્રશ્નો બાબતે એસોસીએશન સાથે થયેલ લેખિત સમાધાન મુજબ આજ દિન સુધી અમલ થયું નથી. ક્વોરીને લગતા વિવિધ 17 જેટલાં પ્રશ્નો છેલ્લાં 11 વર્ષથી ટલ્લે ચઢી રહ્યા છે, જેથી કવોરી સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યાં સુધી સરકાર અમારા પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી હડતાળ નહિ સમેટીયે તેવી નર્મદા જિલ્લા બ્લેક સ્ટોન કવોરી એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે. એક બાજુ સરકાર ક્વોરીને લગતા પ્રશ્નોનુ નિરાકરણ લાવતી નથી તો બીજી બાજુ ક્વોરી ઉદ્યોગો હાલ બંધ હોવાથી સરકારના વાંકે એમાં કામ કરતા 300 જેટલા મજૂરો પણ બેકાર બન્યા છે.

કવોરી ઉદ્યોગ બંધ થવાથી સરકારને રોયલ્ટીની અને જી.એસ.ટીની આવકમાં પણ મોટું નુકશાન થઈ રહ્યું છે. સાથે સાથે એક ક્વોરીમાં એવરેજ 5-10 મોટી ટ્રકોની ગણતરી જો કરીએ તો ટ્રકોના પૈડાં થંભી જતાં જિલ્લાના પેટ્રોલ પંપો પર ડીઝલનું વેચાણ પણ ઘટયું છે. તો બીજી બાજુ વીજળીનો વપરાશ પણ ઓછો થયો છે. વિકાસ અને બાંધકામના કામો માટે અન્ય વસ્તુઓ તો ઉપલબ્ધ છે પણ કવોરી બંધ હોવાથી કપચીનું વેચાણ અટકી પડતાં વિકાસના કામો પણ હાલ ઠપ્પ થઈ જતાં એની સાથે સંકળાયેલા મજૂરો પણ બેકાર બની ગયા છે. ક્વોરી ઉદ્યોગો બંધ થતાં એની સાથે સંકળાયેલા ઘણા લોકો હાલ કફોડી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. સરકાર જો તેમના પ્રશ્નોનું વેહલી તકે નિરાકરણ લાવે તો સ્થાનિકોની રોજગારી પણ ચાલુ થઈ જાય અને અટકી પડેલા વિકાસના કામોની પણ શરુઆત થઈ જાય.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular