Friday, September 25, 2026
HomeGeneralનાપાક ષડયંત્ર નિષ્ફળ: BSFએ ભારતીય સીમામાં ઘૂસતા ડ્રગ્સથી ભરેલા પાકિસ્તાની ડ્રોનને ફૂંકી...

નાપાક ષડયંત્ર નિષ્ફળ: BSFએ ભારતીય સીમામાં ઘૂસતા ડ્રગ્સથી ભરેલા પાકિસ્તાની ડ્રોનને ફૂંકી માર્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ પાકિસ્તાન તરફથી આવી રહેલા એક ડ્રોનને ઠાર કર્યું છે. આ ડ્રોનમાં એક બેગ હતી. જેમાં હેરોઈન રાખવામાં આવ્યું હતું. જાણકારી અનુસાર પંજાબના અમૃતસરમાં હેરોઇન લઇને જઇ રહેલા પાકિસ્તાની ડ્રોનને જોઇને ગોળીઓથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બીએસએફે સોમવારે કહ્યું હતું કે તેણે ડ્રોનમાંથી હેરોઇનના નવ પેકેટ મળી આવ્યા છે અને સરહદ પારથી દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.



બીએસએફ (પંજાબ ફ્રન્ટિયર)એ ટ્વીટ કર્યું હતું કે, “ફ્રન્ટિયર બીએસએફના જવાનોએ પાકિસ્તાની ડ્રોન દ્વારા દાણચોરીના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાન તરફથી આવતા ડ્રોનને બીએસએફના જવાનોએ ઠાર માર્યુ હતું. ડ્રોનમાંથી એક બેગમાંથી નવ પેકેટ મળી આવ્યા હતા, જેમાં હેરોઇન (10.670 કિલો) હોવાની શંકા છે.”


થોડા દિવસ પહેલા સીમા સુરક્ષા દળ (બીએસએફ)એ જમ્મુ-કાશ્મીર સીમા પર સાંબા બોર્ડર પર એક શંકાસ્પદ સુરંગ શોધી કાઢી હતી. સાંજે લગભગ 5.30 વાગ્યે ચક ફકીરાના સરહદી ચોકી વિસ્તારમાં સુરંગ વિરોધી અભિયાન દરમિયાન જવાનોએ શંકાસ્પદ સુરંગ શોધી કાઢી હતી. બીએસએફ (જમ્મુ)ના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ એસ પી એસ સંધુના જણાવ્યા અનુસાર, સાંબામાં વાડ નજીક એક સામાન્ય વિસ્તારમાં સુરંગ મળી આવી હતી. સંધુએ શંકાસ્પદ ટનલની કેટલીક તસવીરો શેર કરી હતી અને કહ્યું હતું કે, “અંધારાને કારણે વધુ શોધ થઈ શકી નથી. સવારના પ્રકાશમાં વિગતવાર શોધ કરવામાં આવશે.” જમ્મુના સુંજવાન વિસ્તારમાં 22 એપ્રિલના રોજ થયેલા એન્કાઉન્ટર બાદ બીએસએફએ આંતરરાષ્ટ્રીય સરહદ (આઇબી) પર કોઈ પણ સુરંગને શોધવા માટે મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular