નવજીવન ન્યૂઝ.વડોદરા: ભારતી આશ્રમના મહંત સ્વામી હરિહરાનંદ ભારતીજી આશ્રમમાંથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી ગયા છે. વડોદરાની કપુરાઇ ચોકડીથી તેઓ ગુમ થયાની અરજી વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે તેમની શોધખોળ શરું કરી છે ત્યારે ગુમ થયાની રાત્રે તેઓ કપુરાઇ ચોકડી નજીક આવેલી હોટલ ક્રિષ્નાનિ બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. કેમેરામાં નજરે પડે છે કે તેઓ રોડ પર ચાલતા જઇ રહ્યા છે, જોકે તેઓનિ બોડી લેન્ગવેજથી લાગી રહ્યું છે કે તેઓ ખોવાઈ ગયા નથી પણ જાતે જ પોતાના રસ્તે નિકળી પડ્યા છે, પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે હરિહરાનંદ ભારતીનો આ અગાઊ એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં તેઓ અમદાવાદના સરખેજની ગાદીના વિવાદને કારણે આશ્રમ છોડીને જઇ રહ્યા છે તેવું સ્પષ્ટ જણાવે છે.
વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં પરમેશ્વર ભારતી (રહે. શ્રી ભારતી આશ્રમ, ગુરડેશ્નર, જિલ્લો નર્મદા) એ અરજી આપી છે. જેમાં કહ્યું છે કે, અમારા આશ્રમના ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ ગતરોજ રોજ બપોરના આશરે 12 કલાકે અમારા આશ્રમ કેવડિયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની પાસે આવેલા ડૉ. રવિન્દ્ર લોઢાની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા ગયા હતા જે પછી સાંજના અંદાજે 5.30 કલાકે કેવડિયા આશ્રમ આવવા નિકળ્યા હતા વળતા વડોદરામાં અનુયાયીને ત્યાં રોકાયા પછી ગુમ થયા છે.
વડોદરામાં રહેતા એક સેવક રાકેશભાઇ રસિકભાઇ ડોડિયા (રહે. રુદ્રાક્ષ હાઇટ્સ, કપુરાઇ ચોકડી પાસે) રાત્રી ભોજન કરવા ગયા હતા. જ્યાં રાત્રે અંદાજે 9 કલાકે તેમણે કારેલીબાગ ખાસવાડી સ્મશાન પાસે તેમના એક શિષ્ય કાળુ ભારતી પાસે જવાનું કહેતા રાકેશભાઇ હરિહરાનંદ મહારાજને કપુરાઇ ચોકડી પાસેની પોલીસ ચેકપોસ્ટની પાછળ હનુમાન દાદાની ડેરીએ કારમાં મુકી ગયા હતા.
બાદમાં હરિહરાનંદ મહારાજ ગઇકાલ 1 મે 2022ના સવારના 10 કલાક સુધી કેવડિયા આશ્રમે ન પહોંચતા આ અંગે કાળુ ભારતીને ફોન કરી પૂછ્યું તો તેમણે હરિહરાનંદ તેમને મળવા જ આવ્યા નથી તેવું કહ્યું હતું. જેથી રાકેશભાઇ ડોડિયાનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે તેમણે તો બાપુને કપુરાઇ ચેકપોસ્ટ પાસે ઉતાર્યા હતા એ પછી બાપુ વિશે કશી જાણકારી નથી. જેથી જૂનાગઢ સહિતના વિવિધ આશ્રમોમાં તપાસ કરતા હરિહરાનંદ ભારતીજીની કોઇ ભાળ મળતી નથી.
હરિહરાનંદ બાપુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં હરિહરાનંદ બાપુ કહે છે કે, ‘ભારતી આશ્રમ સરખેજનો ખૂબ વિવાદ થયો છે. વર્ષ થયું, મારા ગુરુ ભારતી બાપુ બ્રહ્મલિન થયા તે પછીથી સતત વિવાદ ચાલી રહ્યો છે. મારી પાસેથી આશ્રમ માંગે છે, વીલ મારા નામે છે. મારી સામે ફ્રોડ (નકલી) વીલ બનાવ્યા છે, મને ખૂબ દબાણ કરવામાં આવ્યું. મારી પર એનકેન પ્રકારે કિચડ ઉડાડે છે એવા માણસો તૈયાર કર્યા છે. હું કંટાળી ગયો છું અને કંટાળીને મેં આ નિર્ણય લીધો છે કે હું આ છોડીને નિકળી જાઉં.’
ભારતી આશ્રમના સ્વામી હરિહરાનંદ હાઇવે પરથી જતાં CCTVમાં કેદ થયા pic.twitter.com/Fac8t1OtSW
— Navajivan News (@NavajivanNews) May 3, 2022
![]() |
![]() |
![]() |











