Thursday, July 9, 2026
HomeGeneralVideo: 45 ડિગ્રી તાપમાન વચ્ચે ગૃહમંત્રીના સુરતમાં BJPના સભ્યોએ AAP કાર્યકરોને આપી...

Video: 45 ડિગ્રી તાપમાન વચ્ચે ગૃહમંત્રીના સુરતમાં BJPના સભ્યોએ AAP કાર્યકરોને આપી થર્ડ ડીગ્રી, પોલીસના હાથ-પગ ઠંડા

- Advertisement -



નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાણે અભેરાઈ પર ચઢાવવા ખુદ નેતાઓ જ સીડીઓ લઈને દોડતા હોય તેવો માહોલ આજે જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં કાયદા અને વ્યવસ્થાના પાઠ આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી લોકોને આપતા હોય છે, જોકે તેમની વિચારધારાથી સાવ જુદા જ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા ભાજપ સભ્યો અથવા તેમની વિચારધારાથી ખુદ તેઓ જ પ્રભાવિત ન હોય તેવો માહોલ જોવા મળ્યો છે. સુરમતમાં વિરોધ પ્રદર્શન નોંધાવી રહેલા આપ કાર્યકરો પર ભાજપના સભ્યો તૂટી પડ્યા હતા. જોકે તે સમયે પોલીસ ત્યાં હાજર હોવા છત્તાં ખાખીની પણ તેમણે કદર કરી નહોતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી થર્ડ ડીગ્રી આપવામાં આવી હતી. આ ઘટના જ્યારે બની ત્યારે સુરતમાં તાપમાન પણ 45 ડિગ્રી હતું.

- Advertisement -

સુરત મહાનગરપાલિકામાં વિરોધ અને સભાગૃહમાં ધરણા પછી આમ આદમી પાર્ટી દ્વારા ઘણા આક્ષેપો કરાયા હતા. ગતરોજ રવિવારે આપના નગરસેવકોને મનપાના સભા ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જ્યારે આજરોજ સોમવારે ભર બપોરે ભાજપના કાર્યકરો દ્વારા પોલીસની હાજરીમાં આપ (આમ આદમી પાર્ટી)ના નેતા અને કાર્યકરોને માર માર્યાના આક્ષેપ સામે આવ્યા છે.


- Advertisement -

સુરત મહાનગરપાલિકામાં સતત 20 કલાક સુધી સભાગૃહમાં ધરણા કરી આપના નગરસેવકોએ સભામાં બોલવાની તક માંગી હતી. જોકે ધરણા પર રહેલા નગરસેવકોને માર્શલે સભાગૃહ બહાર કાઢ્યા હતા. જ્યાં બહાર આવ્યા પછી પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, તે વખતે એક મહિલા કોર્પોરેટરના કપડા ફાડી નાખ્યા અને એક કોર્પોરેટરનું ગળુ દબાવ્યાના આક્ષેપ પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા. આ મામલો શમ્યો નહતો ત્યાં ભાજપના કાર્યકરો દ્વારા આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહિતના નેતા અને કાર્યકરોને માર માર્યાની ઘટનાના આક્ષેપ લાગ્યા છે. જે ઘટનાના વીડિયો #ગુજરાતમા_ભાજપનું_ગુંડારાજ સાથે આપ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા છે.




આપ દ્વારા રવિવારની ઘટનાને ધ્યાને રાખી આજે ભાજપના કાર્યાલય ખાતે વિરોધ નોંધાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત આપ આગળ વધી રહ્યું હતું ત્યારે આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે તાપમાન વધી ગયું હતું. જેમાં આપના નેતા ગોપાલ ઈટાલીયા સહિતના કાર્યકરોને માર માર્યાની બુમો ઉઠી છે. આપના ભાજપ કાર્યાલય પર વિરોધ માટે જતા કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા. જોકે કેટલાક પહોંચી ગયા હતા જ્યાં ભાજપ કાર્યાલય પર વિરોધ કરવા પહોંચેલા કાર્યકરોને પોલીસની હાજરીમાં જ ભાજપના કાર્યકરોએ ફટકાર્યા હોવાનું કહેવા સાથે આપ દ્વારા #ગુજરાતમા_ભાજપનું_ગુંડારાજ હેશ ટેગ સાથે વીડિયો પણ શેર કરાયા છે. બંને પક્ષના કાર્યકરોના હિંસાત્મક વર્તન દરમિયાન ભાજપના કાર્યકરો ભારત માતાકી જય અને ખાલિસ્તાન મુર્દાબાદના નારા પોકારતા હતા તેવું આપના નેતાઓનું કહેવું છે.

- Advertisement -

આ ઘર્ષણ અને ગરમા ગરમી વચ્ચે જોકે પોલીસના હાથ પગ ઠરી ગયા હતા કારણ કે કાયદો વ્યવસ્થા સાચવી શકાય તે માટેના બધા જ પ્રયત્નો ફેઈલ થતા હતા. પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને પકડે તે પહેલા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને ભાજપના કાર્યકરોએ માર માર્યો હતો અને ગોપાલ ઈટાલિયા સહિત ઘણાના કપડાં ફાડી નાખ્યા હતા. આ ઉપરાંત ગોપાલ ઇટાલીયા સાથે પણ ભાજપના કાર્યકરોએ ટપલીદાવ કર્યો હતો. પોલીસની હાજરીમાં જ આમ આદમી પાર્ટીનો એક કાર્યકર જેને માર મારવામાં આવતા સાવ બેસુદ થઈ ગયો હતો. હવે આ મારામારીનો મુદ્દો એક નવો વિવાદ બને તેની સંપૂર્ણ શક્યતા છે.






સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular