Thursday, June 25, 2026
HomeGeneralગુજરાતઃ જેઓ સરકારમાં છે તેમને પરફોમન્સની ચિંતા છે જેઓ બહાર છે તેમની...

ગુજરાતઃ જેઓ સરકારમાં છે તેમને પરફોમન્સની ચિંતા છે જેઓ બહાર છે તેમની ટીકીટ મળશે કે નહીં તેની ચિંતા છે.

- Advertisement -




પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): એક તરફ ગુજરાત ભાજપમાં આયાતી માલનું આગમન ચાલુ છે, ભાજપનું મોવડી મંડળ સામે કોઈ પ્લેયર જ હોય નહીં તેવી સ્થિતિ નિર્માણ કરવા માગે છે.પરંતુ વિજય રૂપાણીની સરકાર હટાવી આખી નવી સરકારની રચના પછી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત આખુ મંત્રીમંડળ પોતાના દેખાવને લઈ ચીંતીત છે કારણ તેમને મંત્રી તરીકેનો દેખાવ જ તેમનું ભાવી નક્કી કરવાનો છે, જયારે સરકારની બહાર રહેલા ભાજપના દિગ્ગજ નેતાઓને 2022માં તેમને ભાજપ ટીકીટ આપશે નહીં તેની ચિંતા છે આમ ભાજપની સરકારમાં છે તેમની અને જેઓ સરકાર બહાર છે તેમની બંન્નેની મનોસ્થિતિ સરખી છે.

2021માં વિજય રૂપાણીની આખી સરકારને સાગમટે હટાવી દેવાનો નિર્ણય કરી ભાજપ હાઈકમાન્ડે આંચકો આપ્યો હતો, બીજો આંચકો ત્યારે લાગ્યો જયારે ભુપેન્દ્ર પટેલ જેવુ અનઅપેક્ષીત નામ મુખ્યમંત્રી તરીકે જાહેર કરી દેવામાં આવ્યુ. દાદા ભગવાનના અનુયાયી ભુપેન્દ્ર પટેલે જેમને કાર્યકરોનો મોટો વર્ગ દાદાના નામે સંબોધે છે, તેમના સ્વભાવ પ્રમાણે તેમનુવ મુખ્યમંત્રી થવુ તેઓ ઈશ્વરનો આશીવાર્દ માને છે જેના કારણે તેમને આ પદનું અભિમાન નથી, ભવીષ્યમાં હાઈકમાન્ડ તેમને હટી જવાનું કહેશે તો તેમને રંજ પણ નહીં હોય આ તેમની વ્યકિતગત જમા બાજુ છે પરંતુ ભુપેન્દ્ર પટેલની નવી સરકાર એટલા માટે અસ્તીત્વમાં આવી કે ગુજરાતની પ્રજાના મનમાં એન્ટેએસ્ટાબલીશમેન્ટનો ભાવ હતો તેમાં ઘટાડો થાય અને 2022માં ભાજપને થનાર નુકશાનને ખાળી શકાય. ભુપેન્દ્ર પટેલની વ્યકિતગત જમા બાજુ એક અલગ બાબત છે અને તેમના ભાગે આવેલી સરકાર ચલાવવાની આવડત બીજી બાબત છે



પરંતુ ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી થયા પછી તેઓ પોતે અને આખી સરકાર જાણે નાઈટ વોચમેન હોય અને તેમના ભાગે પીચ સાચવવાની જવાબદારી હોય તે પ્રકારે તેઓ પોતાનું કામ કરી રહ્યા છે, સરકાર હોવી અને સરકાર છે તેનો અહેસા લોકો સુધી પહોંચાડવો તે બંન્નેમાં મોટો ફેર છે. વર્તમાન મંત્રી મંડળમાં રાજેન્દ્ર ત્રિવેદ્દી અને હર્ષ સંઘવી સહિત બે ચાર મંત્રીઓને બાદ કરતા બહુ ઓછા મંત્રીઓ પોતાના વિભાગમાં પ્રોએકટીવ કામ કરી રહ્યા છે બાકીના મંત્રીઓ પોતાના ભાગે જે વિભાગ આવ્યો છે તે પહેલા જેવી રીતે ચાલતો હતો તેવી જ રીતે ચાલે છે કે નહીં તેના સુપરવાઈઝર તરીકે વર્તી રહ્યા છે.

- Advertisement -

2017 કરતા 2022ની સ્થિતિ જુદી છે, 2017માંની ચુંટણી ઉપર પાટીદાર આંદોલનની અસર હતી, આ વખતે પાટીદાર આંદોલન નથી, પરંતુ વિવિધ પ્રકારના નાના મોટા આંદોલનો બહુ થયા છે, જે તમામ આંદોલને ખાળવામાં ભુપેન્દ્ર પટેલને વહેલી કે મોડી સફળતા મળી છે, પરંતુ હાલમાં પાણી અને વિજળીની સમસ્યા વિકરાળ બની રહી છે, સરકારની પહેલી પ્રાથમિકતા છે. 2017માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું આગમન થયુ ન્હોતુ, પણ 2022ની ચુંટણીમાં હવે ભાજપે તેને સામનો કરવાનો છે, અરવિંદ કેજરીવાલના મુખ્ય મુદ્દાઓ શિક્ષણ અને આરોગ્ય છે, તેઓ દિલ્હી મોડેલ ગુજરાતની પ્રજાની બતાવી રહ્યા છે, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણના મુદ્દે બફાટ કરી મનિષ સીસોદીયાને ગુજરાતમાં આવવાની તક આપી હતી.

આ તમામ સ્થિતિનો સામનો વર્તમાન સરકારે પોતાના દેખાવને આધારે કરવાનો છે, આ સરકારના મંત્રીઓ જો દેખાવ કરી શકશે નહીં તો 2022માં તેમનું મંત્રી પદ તો ઠીક પણ ધારાસભ્ય થવુ પણ હાઈકમાન્ડ મુશ્કેલ બનાવી દેશે, પણ સમસ્યા એવી છે નવા નવા મંત્રી થયેલા મંત્રીઓને વિભાગને સમજવાનો પુરતો સમય મળી ગયો પણ અનેક મંત્રીઓએ હજી પોતાના વિભાગ ઉપર નિયંત્રણ મેળવ્યુ તેવો અહેસાસ થતો નથી, આવી સ્થિતિ ગત સરકારમાં મંત્રી રહેલા નેતાઓની છે, સરકારમાંથી બહાર જવાના આધાતની તેમને હજી કળ વળી નથી, ગત સરકારના મોટા ભાગના મંત્રીઓ સાઈઠી વટાવી ચુકયા છે થોડાક તો સીત્તેરીએ પહોંચ્યા છે, જેઓ સાઈઠીની આસપાસના મંત્રીઓ છે, તેઓ કોઈને કારણે હાઈકમાન્ડના રડારમાં આવી ગયા છે, આમ બહાર રહેલા નેતાઓને દરેકને વ્યકિતગત રીતે પોતાની નબળી બાજુની ખબર છે, જેથી તેમને હાઈકમાન્ડ ટીકીટ આપશે કે નહીં તેનો ડર સતાવી રહ્યો છે.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular