Wednesday, July 8, 2026
HomeGeneralઅમદાવાદ: બેન્ક કર્મચારી દેવું ભરવા બેન્કને લાખોનો ચૂનો લગાવ્યો, ATMમાં ભરવાના પૈસા...

અમદાવાદ: બેન્ક કર્મચારી દેવું ભરવા બેન્કને લાખોનો ચૂનો લગાવ્યો, ATMમાં ભરવાના પૈસા પોતે લઈ ગયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં બેન્કકર્મચારીએ જ બેન્કને લાખોનો ચૂનો લાગવાયો હોવાની ઘટના સામે આવી છે . બેન્કકર્મીએ ATMમાં ભરવાના પૈસા પોતાના પાસે રાખીને બેન્ક સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બેન્કકર્મચારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.



માહિતી અનુસાર, અમરાઇવાડીના હાટકેશ્વર સર્કલ પાસે આવેલી ખોખરા બ્રાન્ચની કેનેરા બેન્કમાં જિગ્નેશ પ્રજાપતિ છેલ્લા ઘણા સમયથી નોકરી કરતો હતો. તેનું કામ બેન્કના કેશિયર પાસેથી વાઉચર લઈને તે રકમને બેન્કના ATM મશીનમાં જમા કરવાનું હતું, પરતું જિગ્નેશ છેલ્લા 1 મહિનાથી બેંકમાંથી વાઉચરથી પૈસા લઈ લેતો હતો પરંતુ તેમની અમુક રકમ જ ATM મશીનમાં જમા કરતો હતો. જિગ્નેશે છેલ્લા એક માહિનામાં અંદાજિત 38 જેટલી રકમ ATMમાં ભરવાને બદલે પોતે લઈને બેન્ક સાથે છેતરપિંડી કરી હતી.

ખોખરા બ્રાન્ચના મેનેજરને બેન્કના આસિસ્ટન્ટ જનરલ મેનેજરે ફોન કરીને કહ્યું હતું કે ATM મશીનમાં પૈસા ભરવામાં આવ છે તેમાં છેતરપિંડી થઈ રહી છે. જેથી આસિસ્ટન્ટ જનરલ મેનેજરે રૂબરૂ બ્રાન્ચની મુલાકાત કરીને તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં બેન્કના જ કર્મચારી જિગ્નેશે બેન્કના કેશિયર પાસેથી અલગ-અલગ વાઉચરથી રોકડા મેળવીને અત્યાર સુધી 38 લાખ રૂપિયા ATM મશીનમાં ભર્યા ન હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ થતાં પોલીસે જિગ્નેશની ધરપકડ કરી છે. હાલ પ્રાથમિક તપાસમાં જિગ્નેશે દેવું ભરપાઈ કરવા માટે બેન્ક સાથે છેતરપિંડી કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular