નવજીવન ન્યૂઝ. પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં પાંચ લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. તમામ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. આ ઘટના પ્રયાગરાજના થરવાઈના ખૈવજપુર ગામની છે. તમામ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
હત્યારાઓએ ગુનાને અંજામ આપ્યા બાદ ઘરના એક રૂમમાં આગ લગાવી દીધી હતી. ઘરમાંથી ધુમાડો નીકળતો જોઈને આસપાસના લોકો ભેગા થઈ જતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. મૃતકોમાં રામ કુમાર યાદવ (55), તેમની પત્ની કુસુમ દેવી (52), પુત્રી મનીષા (25), પુત્રવધૂ સવિતા (27) અને પૌત્રી મીનાક્ષી (2)નો સમાવેશ થાય છે. જ્યારે અન્ય એક પૌત્રી સાક્ષી (5) જીવિત મળી આવી છે. હત્યા કોણે અને શા માટે કરી તે અંગે હજી સુધી કંઈ જાણવા મળ્યું નથી.
સવિતાના પતિ સુનીલેના જણાવ્યા અનુસાર, સવિતા પાંચ મહિનાની ગર્ભવતી હતી. તેની પત્ની અને બહેન બંને સાથે બળાત્કારની આશંકા વ્યક્ત કરી છે. સવારે તેના ઘરમાંથી ઘૂમડો નીકળતા આસપાસના લોકોએ સુનિલને જાણ કરતાં તે ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યાર બાદ તેને હત્યાના બનાવની જાણ થઈ હતી. પ્રયાગરાજના ડીએમ અને એસએસપી અને અન્ય પોલીસ અધિકારીઓ તપાસમાં લાગેલા છે. તેમના કહેવા પ્રમાણે માથામાં લાકડીઓ વડે હત્યા કરવામાં આવી છે. બાળકી પર બળાત્કારની આશંકા અંગે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ સમગ્ર ઘટનાનો ખુલાસો થશે.
મોજુ કહો કે મોજીયો દેશની એક મોટી ચેનલનો કેમેરામેન છે માટે તે મોટો છે, તેવુ નથી. એક નાનકડા ગામમાંથી આવેલા માણસે કરેલા સંઘર્ષને કારણે આજે તે મોટો છે. શહેરમાં રહેતા યુવાનો માટે મોજુ ઉદાહરણ રૂપ છે કારણ શહેરીઓ નાની નાની સમસ્યાથી તેઓ નાસીપાસ થઈ જાય છે પણ મોજુ તે બધા કરતા જુદો છે આજે ટાઈમ્સ નાઉ ચેનલમાં પ્રિન્સીપાલ વિડીયો જર્નાલીસ્ટ તરીકે ફરજ બજાવે છે. બસ તુ જ્યા પણ રહે ત્યાં ખુશ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.