Thursday, June 4, 2026
HomeGeneralગાંધીનગર: પ્લોટનું માપ કાઢવા ટાઉન પ્લાનરે 15 લાખ માગ્યા, ફરિયાદી રેકોર્ડિંગ કરી...

ગાંધીનગર: પ્લોટનું માપ કાઢવા ટાઉન પ્લાનરે 15 લાખ માગ્યા, ફરિયાદી રેકોર્ડિંગ કરી ACBમાં પહોંચ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગાંધીનગરમાં ક્લાસ 1 અધિકારી લાખો રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો છે. ફરિયાદીના પ્લોટનો માપ કાઢવા અને અભિપ્રાય આપવા માટે ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ 1 અને પ્લાનીંગ આસીસ્ટન્ટ વર્ગ 3એ ફરિયાદી પાસેથી 15 લાખની લાંચ માગી હતી. એસીબીએ બંનેને લાંચિયા અધિકારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.



માહિતી અનુસાર, ફરિયાદીના પત્નીના શેરથા ગામમાં ગાંધીનગર ખાતે હાઇવે ઉપર બે ફાયનલ પ્લોટના પઝેશન કલેક્ટર ગાંધીનગરએ સોંપેલ હતા. જે બન્ને પ્લોટના ફાઇનલ માપ માટે ફરિયાદીએ ગુડામાં અરજી કરી હતી. બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગુડામાંથી અરજી નગર રચના અધિકારીની કચેરી, ગુ.ડા. એકમના બહુમાળી ભવન ગાંધીનગર ખાતે મોકલી આપી હતી. આ અરજી અનુસંધાને બન્ને પ્લોટના માપ કાઢવાની તથા તેનો અભિપ્રાય આપવાની સત્તા નયનભાઇ નટવરલાલ મહેતા, ટાઉન પ્લાનર (વર્ગ-૧)ની હોવાથી આ બન્ને પ્લોટનું માપ કાઢવા તથા અભિપ્રાય આપવા માટે રૂ.૧૫ લાખની માંગણી કરેલ.

અધિકારી ફરિયાદી સાથે લાંચની વાતચીત કરી હતી તે દરમિયાન ફરિયાદીએ રેકોર્ડીગ કરી લીધું હતું. ફરિયાદી લાંચના રૂપિયા આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરીયાદીની ફરીયાદ આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન મુખ્ય નગર નિયોજકની કચેરીમાં કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સંજયકુમાર ખુમાનસિંહ હઠીલા, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ને નયનભાઇ નટવરલાલ મહેતાના કહેવાથી ફરિયાદીએ રૂ.એક લાખ આપ્યા હતા અને બાકી ના રૂ.14 લાખ નયનભાઇ નટવરલાલ મહેતાએ સ્વિકારતા પકડાઇ ગયા હતા. એસીબીએ બન્ને આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular