નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Harsh Sanghavi: રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનો સરકારી નોકરીની (Government Jobs) ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન ગત મંગળવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) મહત્વની વાત કરી છે. હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ દળમાં ભરતી (Gujarat Police Recruitment) અંગે બજેટ ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રાજ્યના પોલીસ દળમાં અંદાજે 8 હજાર જેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
રાજ્યની વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ દળમાં ભરતી મામલે ગૃહમાં કહ્યું હતું કે પોલીસ દળમાં 8 હજાર કર્મચારીઓની ચાલુ વર્ષે જ ભરતી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. સાથે જ તેમણે આંકડા રજૂ કરતા કહ્યું હતું કે, 7384 જગ્યા પર ભરતી પ્રક્રિયા નજીકના દિવસોમાં શરૂ કરવામાં આવશે. જેમાં બિનહથિયારી PSIની 325 જગ્યા જ્યારે હથિયારી અને બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર નવી ભરતી કરવામાં આવશે.
ઉપરાંત પુરૂષ જેલ સિપાહી માટે 678 જગ્યા પર ભરતી થશે અને મહિલા જેલ સિપાહી માટે 57 જગ્યાને ભરવામાં આવશે. આમ ચાલુ વર્ષ 2023માં જ રાજ્યના પોલીસ દળમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે છેલ્લા 10 વર્ષમાં એક લાખ જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હોવાનું જણાવતા કહ્યું હતું કે, રાજ્યમાં પોલીસ પોપ્યુલેશન પ્રમાણે ભરતી પ્રક્રિયા સતત ચાલતી રહે છે.
રાજ્યમા ક્રાઈમ અને કાયદો અને વ્યવ્સ્થાની ચર્ચા દરમિયાન તેમણે કહ્યું હતું કે, હિંસાત્મક ગુનામાં રાજ્ય દેશમાં 32માં ક્રમે છે. અને રાજ્યમાં પોલીસે વ્યાજખોરીના ક્રાઈમને ડામવા માટે ઝુંબેશ શરૂ કરી 3500 લોકદરબારનું આયોજન કરી 1200 ગુનેગારોની ધરપકડ કરી છે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં 100 દિવસમાં ચૂકાદાઓ લાવી 6 ગુનેગારોને ફાંસીની સજા અને 10 ગુનેગારોને આજીવન કેદની સજા આપી ગુજરાત દેશભરમાં મોખરેના સ્થાને ઉભરી આવ્યું છે.
TAG: Harsh Sanghavi, Gujarat Police bharti 2023, Gujarat Police Recruitment,
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








