Saturday, October 25, 2025
HomeInternationalહાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન પર પ્રતિબંધ

હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન પર પ્રતિબંધ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ ટ્રંપ તંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી છાત્રોના એડમિશન પર પ્રતિબંધ મુકી દીધો છે. યુનિવર્સિટીએ ટ્રંપની માગને માનવાથી ઈનકાર કરી દીધો હતો. તેનાથી વિદ્યાર્થી સમુદાયમાં ડર ફેલાયો છે. 162 નોબેલ પુરસ્કાર વિજેતા આપનારી પ્રતિષ્ઠિત અને અમેરિકાની સૌથી જુની યુનિવર્સિટી એવી હાર્વર્ડના સામે ટ્રંપ તંત્રએ મોટા પગલા લીધા છે.

યુનિવર્સિટીએ રાષ્ટ્રપતિ ટ્રંપની માગ માનવાથી ઈનકાર કરી દીધો હતો. ડોનાલ્ડ ટ્રંપના તંત્રએ ગુરુવારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન પર રોક લગાવી દાીધી. ટ્રંપ તંત્રએ વિદેશી છાત્રોને દાખલા આપવાના વિશ્વવિદ્યાલયના અધિકરાને રદ્દ કરી દીધો છે. ટ્રંપ અને અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી વચ્ચે હવે તકરાર શરુ થયો છે જે ચરમ બિંદુ પર છે.

- Advertisement -

હોમલેંડ સિક્યુરિટી મંત્રી ક્રિસ્ટી નોએમએ આ આઈવી લીગ ઈન્સ્ટીટ્યૂટને એક પત્ર લખીને સત્તાવાર રીતે તેની જાણકારી આપી છે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે, તાત્કાલીક ધોરણથી લાગુ, હાર્વર્ડ યુનિવર્સિટીના સ્ટૂડન્ટ એંડ વિઝિટર્સ એક્સચેંજ (SEVIS) પ્રોગ્રામ સર્ટિફિકેટ રદ્દ કરવામાં આવે છે. આઈવી લીગ ઈન્સ્ટીટ્યૂટ જ અમેરિકામાં વિદેશી છાત્રોને પરવાનગી આપનાર મુખ્ય સિસ્ટમ છે. દેશની યુનિવર્સિટીઝ આ સિસ્ટમથી જોડાયેલી છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ આ નિર્ણય બાદ નિવેદન જાહેર કર્યું છે.

યુનિવર્સિટીએ કહ્યું કે, અમે આંતરરાષ્ટ્રીય છાત્રો અને સ્કોલર્સની મેજબાની કરવાની હાર્વર્ડની ક્ષમતા પ્રત્યે પુરી રીતે વચનબદ્ધ છીએ. યુનિવર્સિટી મુજબ, હાલ છાત્રોને ગાઈડનેસ અને સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. છાત્રોમાં ડર અને ટ્રંપ તંત્રના આ નિર્ણયથી યુનિવર્સિટીના કેમ્બ્રિજ અને મેસાચ્યસેટ્સ કેંપસમાં પણ હડકંપ મચ્યો છે.

એક સ્ટુડન્ટ મુજબ, છાત્ર સમુદાય ડર્યો છે. 2024-25ના એકેડેમિક સત્રમાં હાર્વર્ડમાં નોંધણી કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 27 ટકા વધારે હતી. હજુ સુધી એ સ્પષ્ટ થથી કે આ આદેશ ફક્ત નવા વિદેશી વિદ્યાર્થીઓ પર જ લાગુ થાય છે કે જુના વિદ્યાર્થીઓ પર પણ લાગુ થશે. અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઝ પાસે નાણાં ક્યાંથી આવે છે? યુનિવર્સિટીમાં ચોથા વર્ષની છાત્રા એલિસ ગોયરે સમાચાર એજન્સી એએફપીને કહ્યું કે, હવે તે પોતાના ભવિષ્યને લઈને પણ શંકાથી ભરાઈ ગઈ છે. અમે તો બસ જે જાણકારી મળી છે, મને ઘણા આંતરરાષ્ટ્રીય મિત્રો તરફથી મેસેજ મળી રહ્યા છે. દરેક થોડા ગભરાયેલા છે.

- Advertisement -

ટ્રંપને હાર્વર્ડથી શું વાંધો

ટ્રંપ અમેરિકાની સૌથી જુનિ યુનિવર્સિટીમાં ગાઝા પર ઈઝરાયેલની ભીષણ કાર્યવાહી સામે 2024માં મોટા પ્રદર્શન થયા હતા. એવા જ પ્રદર્શનો અમેરિકાની અન્ય ઘણી યુરોપીયન યુનિવર્સિટીઝમાં પણ થયા. પ્રદર્શનો દરમિયાન ડોનાલ્ડ ટ્રંપ રિપબ્લિકન ઉમેદવા તરીકે રાષ્ટ્રપતિ માટે ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા હતા. પોતાના પ્રચાર અભિયાનમાં તેમણે આ પ્રદર્શનોની આલોચના કરી અને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને હમાસ પ્રત્યે સહાનુભૂતિ રાખવાના જવાબદાર ઠેરવ્યા હતા. જાન્યુઆરી 2025માં રાષ્ટ્રપતિ બનેલા ટ્રંબ પોતાની સત્તાની તાકાત સાથે આ મામલા પર કાર્યવાહી કરી રહ્યા છે. તેમનું તંત્ર પ્રદર્શનોમાં શામેલ કેટલાક વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકા છોડવાના આદેશ આપી ચુક્યું છે. હાર્વર્ડ વિશ્વવિદ્યાલયને મળેલી સરકારી ફંડિંગનો મોટ હિસ્સો કાપી નાખવામાં આવ્યો છે. ખરેખરમાં ટ્રંપનો આરોપ છે કે હાર્વર્ડ યુનિવર્સિટી ‘યહૂદી વિરોધ’ અને ‘વોક’ ઉદારતાવાદી વિચારધારાના સામે આશરો બની ગઈ છે. તે ચાહે છે કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના એડમિશન અને નવા દાખલાઓ સાથે જોડાયેલા દસ્તાવેજો પર નજર માટે હોમલેંડ સિક્યુરિટી વિભાગને આપવામાં આવે.જેથી તેના છાત્રો અને સ્કોલર્સની તપાસ કરવામાં આવી શકે. હાર્વર્ડ યુનિવર્સિટી આવું કરવાથી ઈનકાર કરી ચુકી છે. વિશ્વવિદ્યાલયના આ નનૈયા પછી ટ્રંપ તંત્રએ આ પગલું લીધું છે. યુનિવર્સિટી પ્રમાણે આ કાર્યવાહીને લઈ તેની એકેડેમિક અને રિસર્ચ મિશન ઢીલું પડી જશે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular