Tuesday, February 3, 2026
HomeGujaratGir Somnathવેરાવળમાં જાહેરમાં હત્યા કરનારો આરોપી ઝડપાયો, ક્યાંથી ખરીદી હતી પિસ્ટલ અને હત્યાના...

વેરાવળમાં જાહેરમાં હત્યા કરનારો આરોપી ઝડપાયો, ક્યાંથી ખરીદી હતી પિસ્ટલ અને હત્યાના કારણનો થયો ખુલાસો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વેરાવળ: વેરાવળમાં જાહેરમાં ચા પી રહેલા નિતેશ ઉર્ફે ભુવાઆતા સરમણભાઇ કટારીયા પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે આરોપી રમેશ ઉર્ફે ગોવાળીયો અરજણભાઈ ચાવડા વિરૂધ્ધ હત્યા અને આર્મ્સ એક્ટ(Arms Act) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હત્યા કરી પોલીસ પકડથી દૂર નાસી ગયેલા આરોપીની શોધખોળ ચાલી રહી હતી દરમિયાન પોલીસે આરોપીની ઉત્તરાખંડના હરિદ્વાર (Haridwar in Uttarakhand) થી ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે. આરોપીએ પોલીસ સમક્ષ હત્યાને કેટલાક મહત્વાના ખુલાસા કર્યા હોવાના સમાચાર પણ મળી રહ્યાં છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ગત તારીખ 23 ડિસેમ્બરના રોજ જાહેરમાં નિતેશ સરમણ કટારીયાનાી હત્યા કરવામાં આવી હતી. આરોપીએ મૃતકને લમણાના ભાગે બંદૂકમાંથી ગોળી મારી હત્યા કરતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ મામલે હત્યાના ગુનામાં આરોપી રમેશ ચાવડા સંડોવાયેલો હોવાની માહિતી મળતા તેના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી રમેશ પોલીસ પકડથી બચવા ગુજરાત છોડી ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે નાસી ગયો હતો. પોલીસે આરોપીને પકડવા હ્યુમન ઈન્ટેલીજન્સ સહિત ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. દરમિયાન પોલીસને આરોપી રમેશ હરિદ્વારમાં છુપાયો હોવાની માહિતી મળી હતી. માહિતી મળતા વેરાવળ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. ઈશરાણી અને પીએસઆઈ એ.સી. સિંધવને હરિદ્વાર ખાતે મોકલાવમાં આવ્યા હતા. જ્યાં હરિદ્વાર સ્થાનિક પોલીસની મદદ લઈ આરોપીને ઝડપી લેવામાં તેમને સફળતા મળી હતી.

- Advertisement -

પોલીસે હરિદ્વારથી આરોપી રમેશને વેરાવળ ખાતે લાવી હત્યાનો ભેદ ઉકેલાવા પુછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, તેને મૃતક નિતેશ સાથે દોઢેક મહિના પહેલા મોટરસાયકલ રેસ કરી કાતર મારવાના કારણે મનદુઃખ સર્જાયું હતું. જેનો ખારા રાખી આરોપીએ હત્યાનો પ્લાન ઘડ્યો હતો.

હત્યા કરવા માટે આરોપી સપ્ટેમ્બર મહિનામાં બોલેરો પીકઅપ લઈ ઉત્તરપ્રદેશથી લીધેલા હથિયારનો ઉપયોગ કર્યો હતો. ઉત્તરપ્રેદશ ગયેલા આરોપી રમેશે ઝાંસી-કાનપુર રોડ પર આવેલા એક પંજાબી ઢાબા પર કામ કરતા એક શખ્સ પાસેથી પિસ્ટલ ખરીદી હતી. સાથે જ આરોપીએ સ્થળ પર જ પિસ્ટલ ચેક કરી 5 રાઉન્ડ પણ ખરીદ્યા હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે, પિસ્ટલનો એક રાઉન્ડ તેણે ભાડાના મકાનમાં રાખ્યો છે. પોલીસે આ રાઉન્ડ સ્થળ પરથી કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

હત્યાનો ભેદ ઉકેલવા તેમજ આરોપીને ઝડપી પાડવાની આ કામગીરીમાં વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના PI એસ.એમ.ઇશરાણી તથા PSI એ.સી.સિંધવ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો તથા LCB PI એ.એસ.ચાવડા તથા LCB સ્ટાફ તથા SOG PI એ.બી. જાડેજા તથા SOGના કર્ચમારીઓ જોડાયા હતા.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular