Thursday, March 26, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં નિંદ્રાધીન યુવકની હત્યા, બહેન ઉઠી ગઈ તો...

અમદાવાદમાં નિંદ્રાધીન યુવકની હત્યા, બહેન ઉઠી ગઈ તો…

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવકની અજાણ્યા શખસે હત્યા કરી નાંખી છે. હત્યા કરવા આવેલો શખસ પોતાની ઓળખ છુપાવવા જેકેટ અને ટોપી પહેરીને આવ્યો હતો. વાસણા પોલીસે હત્યારાની ઓળખ મેળવવા આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે.

હત્યારાના હુમલાથી બૂમાબૂમ થતાં મૃતકની બહેન જાગી ગઈ

- Advertisement -

જ્યોતિ મેઘવાલે વાસણા પોલીસને અજાણ્યા શખસ સામે હત્યાની ફરિયાદ આપી છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, જ્યોતિ મેઘવાલ તેના માતા-પિતા અને બે ભાઈઓ સાથે વાસણા ગુપ્તાનગર માત્રાભાઈ ભરવાડના મકાનમાં ભાડે રહે છે. મોટો ભાઈ હિતેશ સાણંદ ફર્નિચરના કારખાનામાં કામ કરતો હતો. સોમવારની રાતે જ્યોતિ તેના પિતા અને ભાઈ હિતેશ ઘરની બહાર ખુલ્લામાં અલગ અલગ પલંગ પર સૂઈ ગયા હતા. પિતાને મચ્છર કરડતા હોવાથી તે રૂમમાં સૂવા ચાલ્યા ગયા હતા. મધરાત્રિ બાદ બે-અઢી વાગે હિતેશને માર મારવાનો અવાજ આવતા જ્યોતિ જાગી ગઈ હતી. જેકેટ અને ટોપી પહેરીને આવેલા શખસે હિતેશને પેટના ભાગે તિક્ષણ હથિયારના ઘા માર્યા હતા. “મારા ભાઈને કેમ મારે છે” તેમ જ્યોતિએ બુમ પાડતા જ અજાણ્યો શખસ ત્યાંથી ભાગી ગયો હતો. આસપાસના લોકો બૂમાબૂમના કારણે એકઠાં થઈ જતાં Vasna Policeને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

ઓળખ છુપાવવા હત્યારાએ ટોપી-જેકેટ પહેર્યા

હિતેશ મેઘવાલની હત્યા પાછળનું કોઈ ઠોસ કારણ પોલીસને જાણવા મળ્યું નથી. કોઈ અદાવતના કારણે હિતેશની હત્યા થઈ હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે. બીજી તરફ હત્યારો સીસીટીવી તેમજ અન્ય લોકોની નજરથી ઓળખ છુપાવવા જેકેટ અને ટોપી પહેરીને આવ્યો હતો. અજાણ્યા હત્યારાની ભાળ મેળવવા પોલીસે આસપાસના વિસ્તારમાંથી CCTV Footage મેળવ્યાં છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular